પ્રિયંકા ગાંધીનું વારાણસીથી ચૂંટણી લડવાનું નક્કી, કોંગ્રેસ MLCનો દાવો


નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના વારાણસીથી ચૂંટણી લડવા પરની અટકળો વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા અને MLC દીપકસિંહે દાવો કર્યો છે કે, કોંગ્રેસ મહાસચિન પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડવાનું લગભગ નક્કી છે. તેમણે કહ્યું કે, પ્રિયંકાએ વારાણસીથી ચૂંટણી લડવાનું મન મનાવી લીધું છે. એક-બે દિવસમાં વારાણસીથી નામાંકનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

નોંધનીય છે કે વારાણસીથી ભાજપના ઉમેદવાર તરીકે વડાપ્રધાન મોદી ઉતરશે અને ગત ચૂંટણીમાં અહીંથી તેઓએ જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસ તેમની સામે પ્રિયંકા ગાંધીને ઉતારે તેવી અટકળો ચાલી રહી છે.

દીપક સિંહ પ્રમાણે, પ્રિયંકા આયર્ન લેડી છે અને તે મજબૂતી સાથે નરેન્દ્ર મોદી સામે લડીને જનતાને બતાવશે કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. આ પહેલા રાહુલ ગાંધીએ પણ પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવાની સંભાવનાનો ઇનકાર કર્યો નહોતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvTBex
via Latest Gujarati News

Post a Comment

0 Comments