ખાનગી કંપનીઓના નોકરિયાતોને સન્માનનીય પેન્શન મળી શકશે


સર્વિસના કુલ વર્ષ અને પેન્શન સ્કીમમાં સુધારો ઈઁર્ખંએ ન કર્યા તે માટે ગ્રેસના બે વર્ષ ગણી તેનો સરવાળો કરીને પેન્શન માટેના વર્ષ ગણવાના રહેશે. બેઝિક અને ડીએનો સરવાળો કરતાં આવતી રકમને નોકરીના વર્ષથી ગુણાકાર કરીને જે રકમ આવે તેના ૭૦થી ભાગાકાર કરતાં અંદાજિત માસિક પેન્શનની રકમ ગણી શકાય છે.

કેરળ હાઈકોર્ટના ચૂકાદા સામે ફાઈલ કરેલી પિટીશન સુપ્રીમે ફગાવી દેતાં ૧૯૯૫ની એમ્પ્લોયી પેન્શન સ્કીમ સાથે સંકળાયેલા ખાનગી કંપનીઓના દરેક નિવૃત્ત કર્મચારીઓને પણ નવી ગણતરી સાથેનું પેન્શન મેળવવાનો અધિકાર મળ્યો છે. અત્યાર સુધી ખાનગી નિવૃત્ત થતાં દરેક કર્મચારીઓના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થુ મળીને રૂા. ૧૫૦૦૦ની આવક ગણી તેને આધારે તેમનું પેન્શન નક્કી કરી આપ્યું છે. પેન્શન માટેની મહત્તમ મર્યાદા રૂા.૧૫૦૦૦ની ગણવાની પ્રથાને કેરળ હાઈકોર્ટે કાઢી નાખી છે. તેની સામે એમ્પ્લોયી પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન સુપ્રીમ કોર્ટમાં ગયું હતું.

પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની આ અંગેની અરજી પહેલી એપ્રિલ ૨૦૧૯ના દિવસે કાઢી નાખી તેથી નિવૃત્ત કર્મચારીઓને વધુ પેન્શન મળવાનો માર્ગ મોકળો થયો છે. દરેક ખાનગી કંપની અને તેમના કર્મચારીઓ આ ચૂકાદાનો લાભ મેળવવાના પાત્ર બને છે. તેમણે નવા નિયમ પ્રમાણેની ભરવાપાત્ર બનતી રકમ પીએફ કચેરીમાં કંપનીના માધ્યમથી જમા કરાવવી પડશે.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી કંપનીઓ રૂા. ૧૫૦૦૦નો બેઝિક પગાર અને મોંઘવારી (ડીએ) ગણીને તેના ૧૨ ટકા રકમ પીએફ પેટે કાપતી હતી. તેટલી જ રકમ કંપની પણ કર્મચારીના પીએફ અને પેન્શનના ખાતામાં જમા કરાવતી હતી. આ રકમમાંથી ૮.૩૩ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડના ખાતામાં અને ૩.૬૭ ટકા રકમ એમ્પ્લોયી પેન્શન સ્કીમમાં જમા થતાં હતા. આ રકમ વરસો સુધી જમા થયા કરે તેના પરથી રિજ્યોનલ પેન્શન કમિશનરની કચેરી કર્મચારીઓને પેન્શન નક્કી કરીને આપે છે.

તેને બદલે કેરળ હાઈકોર્ટના ચૂકાદા પછી કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થા - ડીએનો જે સરવાળો થાય છે તેની ૧૨ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડ તરીકે કાપવાની રહેશે. આ સંજોગોમાં કર્મચારીના બેઝિક રૂા. ૧૮૦૦૦ હોય અને ડીએ રૂા. ૧૨૦૦૦ હોય તો તેના પરથી ૧૨ ટકાના દરે પ્રોવિડન્ટ ફંડ કાપીને તેની જે રકમ આવે તેને આધારે કંપનીએ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં ૮.૩૩ ટકા અને ૩.૬૭ ટકા પેન્શન ફંડમાં જમા કરાવવી પડશે. આમ કંપનીના માલિક તરફથી જમા આપવામાં આવતી રકમ વધી જતાં તેના પેન્શનમાં વધારો થઈ શકે છે.

અત્યાર સુધીમાં જે કર્મચારીઓના કંપનીએ રૂા.૧૫૦૦૦નો મહત્તમ પગાર ગણીને કાપ્યા હોય તેમને પણ આ વધારો મળી શકશે. તેમણે આ માટે પહેલા થોડા પૈસા જમા કરાવવા પડશે. સૌ પ્રથમ તો તેમણે તેમના પગારમાંથી મહત્તમ મર્યાદા અને વાસ્તવિક પગાર વચ્ચેના ગાળાની રકમ ગણવાની રહેશે. આ ગાળાની રકમ પર નિયમ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડની રકમની કપાત કરાવવાની રહેશે. તેટલા જ પ્રમાણમાં કંપનીઓએ પણ તેમનો હિસ્સો વધારી આપવાનો રહેશે.

આ કામગીરી થયા બાદ તેમણે આ રકમ જમા કરાવવામાં જેટલા વર્ષનો વિલંબ કર્યો હશે તેટલા વર્ષનું છ ટકાના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે. આ વ્યાજ સહિત રકમ ચૂકવ્યા પછી તેમણે ત્રણથી ચાર લાખ રૂપિયા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કચેરીમાં જમા કરાવવાના આવશે. આ રકમ કદાચ આરંભમાં મોટી લાગે પરંતુ પેન્શન નક્કી થાય ત્યારે તે રકમથી દોઢી કે પોણા બે ગણી રકમ તો એરિયર્સ પેટે તેમના ખાતામાં જમા આવી જાય છે.

આ સંજોગોમાં નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓએ તેમનું પેન્શન વધારવા માટે આ વિકલ્પનો આશરો લેવો જોઈએ. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ૨૦ વર્ષની સર્વિસને અંતે જે કર્મચારીને રૂા.૧૫૦૦૦નો મહત્તમ પગાર ગણીને તેના પર પ્રોવિડન્ટ ફંડ કાપીને પેન્શન ફંડમાં રકમ જમા કરાવવાની સિસ્ટમમાં તેમને માત્ર રૂા.૨૦૦૦નું માસિક પેન્શન મળી શકે છે. પરંતુ નવી સિસ્ટમને અપનાવવા માટેની પ્રોસેસ કર્યા પછી તેમનું પેન્શન સીધું વધીને રૂા.૬૦૦૦થી રૂા.૮૦૦૦ થઈ શકે છે.

આ તફાવત સંપૂર્ણ એરિયર્સ સાથે તેમને મળી શકે છે. તેથી તેમણે જમા કરાવવી પડેલી રકમ કરતાં વધુ રકમ એરિયર્સ પેટે તેમને પહેલા જ પેન્શનમાં સામટી મળી જાય છે. આજીવન તેમને પેન્શન આટલું મળ્યા કરશે અને તેમની જીવન સંગીનીને તેમના અવસાન બાદ તેમના પેન્શનની કુલ રકમના ૫૦ ટકા પેન્શન આજીવન મળતું રહેશે. અલબત્ત આ માટે કંપનીના માલિકનો સહકાર જરૂરી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uQSPjo
via Latest Gujarati News

Post a Comment

0 Comments