
મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
હોનહાર અભિનેત્રી ઇશા ગુપ્તાએ કહ્યું હતું કે મારો કોઇ બૉયફ્રેન્ડ નથી, આયમ સિંગલ, મને ઘણા દોસ્તો પૂછે છે કે તું ક્યારે પરણવાની છે?
'બીજા બધા તો ઠીક છે સમજ્યા, પરંતુ તમને કહું, એક દિવસ મને મારા પિતાએ પાસે બેસાડીને પ્રેમથી સવાલ કર્યો કે ઇશા, તું યુવાન છે, સુંદર છે છતાં તારો કોઇ બૉયફ્રેન્ડ કેમ નથી? ક્યાક તું કોઇ બહેનપણીના પ્રેમમાં તો નથી ને ? ત્યારે હું હસી પડી. પિતાનો મારા માટેનો પ્રેમ હું સમજી શકતી હતી પરંતુ પિતા જ્યારે આવો સવાલ પૂછે ત્યારે મને કેવો સંકોચ થાય એ તમે સમજી શકો છો' એમ ઇશાએ કહ્યું હતું.
એણે વધુમાં કહ્યું કે પિતાની નિખાલસ વાત સાંભળીને હું તો હસી પડી. પિતાને એમ લાગ્યું કે હું નોર્મલ યુવતી તો છું ને !
એણે એમ પણ કહ્યું કે હું મારી ફિટનેસ જાળવી રાખવા સતત મહેનત કરતી રહું છું. વર્ક આઉટ ચૂકતી નથી અને ખાતીપીતી વખતે પણ બહુ સાવધ રહું છું.
એણે ઉમેર્યું હતું કે મારાં માતાપિતા ઇચ્છે છે કે હું લગ્ન કરી લઉં. પરંતુ મને યોગ્ય વ્યક્તિ પણ મળવી જોઇએ ને ? ઉતાવળે કોઇ સંબંધ શી રીતે બાંધી લેવો ? એમાં ક્યારેક પાછળથી પસ્તાવાનો વારો આવે એટલે હું જરાય ઉતાવળ કરતી નથી. એક વાત નક્કી છે કે હું બોલિવૂડના કોઇ કલાકાર સાથે લગ્ન નહીં કરું કારણ કે બોલિવૂડના બે કલાકાર એક થાય ત્યારે ગોસિપ કૉલમિસ્ટો બંને વચ્ચે તિરાડ પડાવવા જાતજાતના નૂસખા અજમાવતા હોય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V5a53r
via Latest Gujarati News
0 Comments