કોંગ્રેસ છોડનાર પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાયા, આપ્યુ આવુ નિવેદન


નવી દિલ્હી,તા.19.એપ્રિલ 2019, શુક્રવાર

કોંગ્રેસમાં ગુંડાઓને મહત્વ મળતુ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરીને પાર્ટીમાથી રાજીનામુ આપનાર પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાઈ ગયા છે.

ગુરુવારે રાતે રાહુલ ગાંધીને રાજીનામુ આપનાર પ્રિયંકા ચતુર્વેદીએ શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.તેમણે એ પછી કહ્યુ હતુ કે, હું મુંબઈ માટે કામ કરવા માંગુ છુ અને આ જ કારણ છે કે હું શિવસેનામાં સામેલ થઈ છું.

પ્રિયંકાએ ફરી કહ્યુ હતુ કે, કોંગ્રસેમાં કેટલાક લોકોએ મારી સાથે ખરાબ વર્તન કર્યુ હોવા છતા તેમને પાર્ટીમાં ફરી સ્થાન અપાયુ હતુ.જે જોઈને મારા આત્મસન્માનને ઠેસ પહોંચી હતી.મને ખબર છે કે, મારા પર સવાલો ઉઠાવાશે.મારા અગાઉના ટ્વિટને આગળ ધરવામાં આવશે પણ મને લાગે છે કે, મેં બહુ વિચારીને નિર્ણય લીધો છે.મને આશા હતી કે કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ મળશે પણ ટિકિટ નહી મળાથી હું નિરાશ નહોતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Itbrij
via Latest Gujarati News

Post a Comment

0 Comments