રિતિક રોશને વર્ક આઉટની વિડિયો ક્લીપ શૅર કરી


મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર

બોલિવૂડના હેન્ડસમ અભિનેતા રિતિક રોશને તાજેતરમાં પોતાના વર્ક આઉટની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર શ શૅર કરી હતી જે તરત વાઇરલ થઇ હતી.

આમ તો રિતિકની ફિટનેસ વિશે સૌ કોઇ જાણે છે. આ વિડિયો ક્લીપમાં એણે પોતાના બેક મસલ્સ અને અપર બોડીને સ્નાયુબદ્ધ કરતી એક્સેસાઇઝના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.

રિતિકે આ ફોટોગ્રાફ્સ સાથે એક સૂચક સંદેશો પણ લખ્યો હતો. એ સંદેશાનો સાર કંઇક આવો હતો- 'સિક્સ પેક તરફ પાછા ફરવાનો માર્ગ અત્યંત કપરો છે. બિના દર્દ કે કુછ હાંસિલ નહીં હોતા...'

હાલ બિહારના ગણિત શિક્ષક આનંદ કુમારની ફિલ્મ સુપર 30કરવા ઉપરાંત ટાઇગર શ્રોફ સાતે રિતિક એક એક્શન ભરપુર ફિલ્મ પણ કરવાનો છે. ટાઇગર સાથેની ફિલ્મમાં એક્શન કરવાની હોવાથી એ ફરી સિક્સ પેક્સ જમાવી રહ્યો છે. એ માટે નિયમિત વર્ક આઉટ કરે છે અને એ વર્કઆઉટની તસવીર એણે શૅર કરી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GuqJkG
via Latest Gujarati News

Post a Comment

0 Comments