
મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
બે ભારતીય મહિલા શાર્પશૂટર્સ ચંદ્રો અને પ્રકાશી તોમરની બાયો-ફિલ્મ સાંડ કી આંખના સેટ પર ભૂમિ પેડણેકર એક અકસ્માતમાં દાઝી ગઇ હોવાની જાણકારી મળી હતી. એના ચહેરા પર દાઝવાના ડાઘ પડી ગયા હતા.
હાલ બંને શાર્પશૂટર્સ ચંદ્રેા અને પ્રકાશી પ્રૌઢાવસ્થામાં છે. ભૂમિ અને તાપસી બંનેને પ્રૌઢ દેખાડવા માટે ખાસ પ્રોસ્થેટિક મેકપનો આસરો લેવામાં આવ્યો હતો. પ્રોસ્થેટિકને કારણે ભૂમિ દાઝી ગઇ હતી અને એના ચહેરા પર દાઝવાના ડાઘ પણ પડી ગયા હતા. કોઇ પણ અભિનેત્રી માટે એનો રુપાળો ચહેરો મહત્ત્વનો હોય છે. ચહેરા પર કોઇ પણ ઇજાના ડાઘ રહી જાય તો એની કારકિર્દીને આંચ આવવાની શક્યતા રહે છે.
ભૂમિની પી આર ટીમે મિડિયાને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા જેમાં ભૂમિના ચહેરા પર ડાઘ જોઇ શકાતા હતા. આ ડાઘ દૂર થઇ જશે કે કાયમ માટે રહી જશે એ કહેવું મુશ્કેલ છે.
જાણીતા સ્ક્રીપ્ટ રાઇટર તુષાર હીરાનંદાની આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. નિર્માતા અનુરાગ કશ્યપ છે અને સંગીત વિશાલ મિશ્રાનું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PiubBS
via Latest Gujarati News
0 Comments