બાહુબલિએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું


મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર

બાહુબલિ ફેમ અભિનેતા પ્રભાસે 16મી એપ્રિલે પોતાના બર્થ ડેના દિવસે ઇન્સ્ટાગ્રામ પર ડ્ેબ્યુ કર્યું અને જોતજોતાંમાં એના ફોલોઅર્સની સંખ્યા નવ લાખ પર પહોંચી ગઇ હતી.

જો કે હાલ એનો એકાઉન્ટ વેરીફાઇડ નથી. છતાં એના ફોલોઅર્સ વધતા જાય છે. બાહુબલિએ દુનિયાભરમાં ડંકો વગાડયા પછી હાલ પ્રભાસ સાહો ફિલ્મ કરી રહ્યો છે જેના એક્શન દ્રશ્યો માટે અબુ ધાબીમાં કરોડો રૃપિયા ખર્ચવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. 

સાહોમાં એની સાથે બોલિવૂડની મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર ચમકી રહી છે. પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર પહેલો ફોટોગ્રાફ બાહુબલિનો મૂક્યો હતો જેને ત્રણેક લાખ લાઇક્સ મળી હતી. આ ફોટોગ્રાફમાં એના હાથમાં તલવાર ચમકી રહી હતી.

થોડા દિવસ પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પ્રભાસ જોરશોરથી ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારશે. પરંતુ એ જાહેરાત ખોટી પડી હતી. પ્રભાસે સાવ સાધારણ રીતે સોશ્યલ મિડિયા પર એન્ટ્રી મારી હતી. એન્ટ્રી સમયે કોઇ ફોટોગ્રાફ મૂક્યો નહોતો છતાં એના ચાહકોની સંખ્યા વધી જવા પામી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGTTFY
via Latest Gujarati News

Post a Comment

0 Comments