વર્લ્ડકપ દરમિયાન પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રાખવા ભારતીય ક્રિકેટ બોર્ડે મુકી આ શરત


નવી દિલ્હી,તા.19.એપ્રિલ, 2019, શુક્રવાર

ભારતીય ક્રિકેટ બોર્ડે 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓને પત્ની અને ગર્લફ્રેન્ડસને સાથે રાખવા માટે મંજૂરી આપી છે પણ સાથે સાથે કેટલીક શરતો પણ મુકી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દોઢ મહિનાના વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટરોને પંદર દિવસ જ પત્ની અને ગર્લફ્રેન્ડસ સાથે રહેવા મળશે.તેમાં પણ શરુઆતના 20 દિવસો તો ક્રિકેટર્સે એકલા જ પસાર કરવા પડશે.

આ પહેલા કેપ્ટન કોહલીએ ક્રિકેટ બોર્ડ સમક્ષ એવી માંગ કરી હતી કે, કોઈ પણ સમયે પોતાના જીવનસાથીની સાથે ક્રિકેટ રહી શકે.જોકે આ માંગણી બોર્ડે માન્ય રાખી નથી.સાથે સાથે એ પણ નક્કી કરાયુ છે કે, ક્રિકેટરોની પત્ની અને ગર્લફ્રેન્ડ તેમનાથી અલગ બસમાં કે બીજા વાહનમાં મુસાફરી કરશે. ગત ઈંગ્લેન્ડ પ્રવાસમાં ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને પત્ની સાથે એક જ બસમાં મુસાફરી કરવાની છુટ આપી હતી. ભારતીય ટીમ વર્લ્ડકપ માટે 22 મેના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PlTGSW
via Latest Gujarati News

Post a Comment

0 Comments