
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
સાઉથના સુપરસ્ટાર રજનિકાંતની ચૂંટણી લડવાની અટકળો વચ્ચે તેમણે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ તમિલનાડૂની આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જ્યારે થશે ત્યારે તેઓ લડવા માટે તૈયાર રહેશે.
રજનિકાંતે પોતાના ઘરે બહાર મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે વડાપ્રધાન મોદી ફરી સત્તા પર આવશે તેવું પુછવા પર તેમણે કહ્યું કે તે માટે આપણે 23 મેની રાહ જોવી પડશે. ચૂંટણી વિશે તેમણે જણાવ્યું કે, જો લોકસભાની ચૂંટણી સાથે થઇ રહેલી વિધાનસભાની પેટાચૂંટણી બાદ AIADMK માટે મુશ્કેલી ઉભી થશે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી મેદાનમાં બે બે હાથ કરવા માટે તૈયાર છે. તેઓ 23 મે બાદ તેના વિશે નિર્ણય કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vihgXb
via Latest Gujarati News
0 Comments