ટોકિયો, તા.૧૬
જાપાનના ટોકિયો શહેરમાં આવતા વર્ષે ૨૪ જુલાઈથી લઈને ૯મી ઓગસ્ટ દરમિયાન ઓલિમ્પિક યોજાવાના છે, જોકે તે પહેલા આયોજકો વધતી ગરમીને કારણે પરેશાન છે. આયોજકોએ ખેલાડીઓને ગરમીથી બચાવવા માટે લાંબા અંતરની દોડની રેસ વહેલી પરોઢે શરૃ કરવાનું નક્કી કર્યું છે.
લાંબા અંતરની રેસ જેવી કે મેરેથોન તેમજ ૨૦ કિલોમીટરની વોકરેસમાં ખેલાડીઓની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી થતી હોય છે,તેમાં ય જો ગરમ વાતાવરણ હોય તો ઘણા ખેલાડીઓ બેભાન થઈ જતાં હોય છે. ટોકિયોમાં ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો,જેના કારણે તેમણે આવતા વર્ષના ઓલિમ્પિકની રેસના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ટોકિયો ઓલિમ્પિકમાં મેન્સની મેરેથોન ઈવેન્ટનો પ્રારંભ વહેલી પરોઢે ૬.૦૦ વાગ્યાથી થશે. જ્યારે ૨૦ કિલોમીટર વોકરેસ વહેલી પરોઢે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. સામાન્ય રીતે ઓલિમ્પિકમાં આ ઈવેન્ટસનો પ્રારંભ સવારે ૭ કે ૮ વાગ્યાથી થતો હોય છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pceps2
via Latest Gujarati News
0 Comments