ટ્વિટર યુઝર્સ સરેરાશ નાગરિકો કરતા વધારે યુવા, સ્માર્ટ અને શિક્ષિત : સર્વેક્ષણનું તારણ


વૉશિંગ્ટન, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

ટ્વિટર યુઝર્સ સરેરાશ નાગરિકો કરતાં વધુ યુવા, સ્માર્ટ અને શિક્ષિત હોય છે એવું તારણ અમેરિકાના એક રીસર્ચ સેન્ટરના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટ્વિટરમાં સક્રિય હોય એ નાગરિકો સરેરાશ નાગરિકો કરતા વધુ મોકળા વિચારો ધરાવતા હોય છે.

ટ્વિટરના વપરાશકર્તા નાગરિકો એવરેજ નાગરિકો કરતા વધારે યુવાન, વધારે શિક્ષિત અને વધારે સ્માર્ટ હોય છે. ધ પ્યુ રીસર્ચ સેન્ટર સ્ટડીમાં દાવો થયો હતો કે ૨૨ ટકા યુવાનો ટ્વિટરમાં સક્રિય છે અને એમાંથી મોટાભાગના ટેકનોસેવી, સ્માર્ટ અને વધુ અભ્યાસુ હોવાનું જણાયું હતું.

અભ્યાસનું તારણ તો એવું ય નીકળ્યું હતું કે જે યુવાનો ટ્વિટરમાં સક્રિય હોય છે તે સાધારણ નાગરિકો કરતા વધુ નાણા કમાતા હોય છે. 

અમેરિકાના સંદર્ભમાં આ અહેવાલમાં કહેવાયું હતું કે અમેરિકન ટ્વિટર યુઝર્સ સરેરાશ ૪૦ વર્ષની નીચેના હોય એવો આંકડો ઘણો મોટો હતો.

૪૨ ટકા ટ્વિટર યુઝર્સ ઓછામાં ઓછા ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા હતા અને ૪૧ ટકા ટ્વિટર યુઝર્સની આવક પણ સરેરાશ નાગરિકોની તુલનાએ ઘણી વધુ હતી. જેમ કે, અમેરિકાના ૪૦ ટકા યુઝર્સની આવક ૭૫ હજાર ડોલર હતી. ટ્વિટરમાં સક્રિય હોય એવા યુઝર્સમાંથી ૧૪ ટકા યુઝર્સ સ્પષ્ટ રાજકીય મત ધરાવતા હતા અને રાજકીય વિચારો વ્યક્ત કરવામાં વધારે સ્પષ્ટ તેમ જ અસરકારક જોવા મળ્યા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GGJxxf
via Latest Gujarati News

Post a Comment

0 Comments