હું તો કદી કૉલેજમાં ગયો નથી, એટલે વજન ઘટાડયું : ટાઇગર શ્રોફ


મુંબઇ તા.27 એપ્રિલ 2019, શનિવાર

એ લિસ્ટના અદાકારોમાં સ્થાન ભોગવતા એક્શન સ્ટાર ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હું પોતે તો કદી કૉલેજમાં ગયો નથી. સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં મારે કૉલેજ સ્ટુડન્ટ જેવા દેખાવાનું હતું એટલે મેં વજન ઘડાડયું અને કસરતી બદનને બદલે સીધાસાદા યુવક જેવા દેખાવા ડાયેટમાં પણ ફેરફાર કર્યો.

તમે સ્ટુડન્ટ ઑફ ધી યર માટે કોઇ ખાસ ફેરફાર કરેલા કે એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે હા, મને તો હું સ્કૂલમાં ભણતો હતો ત્યારેજ ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી ગઇ હતી. કૉલેજમાં તો હું કદી ગયો નથી. એટલે કૉલેજ બોય જેવા દેખાવા મેં વજન ઘટાડયું. કસરતી મસલ્સમેન જેવો ન દેખાઉં એટલા માટે ડાયેટમાં ફેરફાર કર્યો અને થોડો પાતળો થઇ ગયો. મને મારો લૂક સર્જવામાં કરણ સર (પ્રોડયુસર કરણ જોહર, ડાયરેક્ટર પુનિત મલ્હોત્રા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ ઘણી મદદ કરી હતી. મારે સ્વીકારવું જોઇએ કે પુનિત સરની મદદથી જ મેં કૉલેજ બોય જેવી લાઇફ માણી. આ બધાએ મને આ ફિલ્મના પાત્રને જીવંત કરવામાં ખૂબ મદદ કરી.

ટાઇગરે વધુમાં કહ્યંુ કે હું થોડો નર્વસ પણ છું કારણ કે આ ફ્રેન્ચાઇઝીની પહેલી કડી હિટ હતી અને એ ફિલ્મે આપણને ત્રણ સ્ટાર્સ આપ્યા છે. મારે પહેલી કડી જેવો દેખાવ સર્જવાનો છે એટલે ફિલ્મની સફળતાનો ભાર મારા ખભા પર છે. એ વાતે હું થોડો નર્વસ છું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XR6OT8
via Latest Gujarati News

Post a Comment

0 Comments