પેટે ડેવિડસનની ફિલ્મની રિલિઝ ડેટ જાહેર થઇ


લોસ એંજલ્સ તા.27 એપ્રિલ 2019, શનિવાર

હોલિવૂડના મોખરાના કોમેડિયન પેટે ડેવિડસનની સેમી-ઓટોબાયોગ્રાફિકલ (અર્ધીપર્ધી આત્મકથનાત્મક) ફિલ્મની રિલિઝ ડેટ શુક્રવારે જાહેર કરાઇ હતી.

આ ફિલ્મ 2020ના જૂનની 19મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. જો કે આ રિલિઝ ડેટ પાછળથી કદાચ બદલાઇ પણ શકે છે એમ હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું.

હાલ અનટાઇટલ્ડ એવી આ ફિલ્મનું ડાયરેક્શન જ્યુડ એપેટો કરી રહ્યા છે.  ત્રણેક દિવસ પહેલાં બુધવારે આ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.

જ્યુડ એપેટો, ડેવિડસન અને ડેવ સાયરસ એની સ્ક્રીપ્ટ લખવાના છે. આ ફિલ્મ પણ કોમેડી હશે એમ વેરાયટી ડૉટ કોમના અહેવાલમાં જણાવાયું હતું.

ડેવિડસનના પિતા લાયબંબામાં ફાયર ફાઇટર તરીકે કામ કરતા હતા. અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા હવાઇ આતંકવાદી હુમલાવખતે એ માર્યા ગયા હતા. પેટેએ માત્ર છ વર્ષની વયે સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકેની કારકિર્દી શરૂ કરી હતી.

એરિયાના ગ્રાન્દે સાથે પેટેએ સગપણ કર્યું હતું. આ બંનેનું સગપણ તૂટી ગયા બાદ પેટે ફરી મુશ્કેલીમાં આવી પડયો હતો અને ત્યારથી એ પોતાને સંઘર્ષશીલ કલાકાર ગણાવે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GDkNVn
via Latest Gujarati News

Post a Comment

0 Comments