મારુ વ્યક્તિગત નિવેદન છે, પરત લઉં છું: સાધ્વી પ્રજ્ઞા


નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે આપેલા વિવાદિત નિવેદનને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પરત લીધું છે. તેમણે કહ્યું કે, તેમના નિવેદનથી દુશ્મનો મજબૂત થઇ રહ્યાં છે તેથી તેઓ પોતાનું નિવેદન પરત લે છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, આ મારું વ્યક્તિગત નિવેદન છે કારણ કે મેં યાતનાઓ સહન કરી છે. હું સંન્યાસી છું. મારા ભાવમાં રહું છું. આપણે આપણા દેશને ક્યારે નબળો પડવા નહી દઇએ. જો કોઇએ અમને હેરાન કરી તો અમે તેમને કહી દીધું. આ મારુ જ નિવેદન હોવું જોઇએ. પરંત દુશ્મનેનો તેનાથી બળ મળે તો હું આ નિવેદન પરત લઉં છું.

નોંધનીય છે કે, આ અગાઉ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે દાવો કર્યો હતો કે, હેમંત કરકરેએ તેમને માલેગાંવ વિસ્ફોટ મામલે ખોટી રીતે ફસાવી હતી અને તેઓ પોતાના કર્મોને કારણે માર્યા ગયા.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Va5fSf
via Latest Gujarati News

Post a Comment

0 Comments