વેપારીઓને કારણે દેશ સોને કી ચિડીયા તરીકે ઓળખાયું: મોદી


નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

વેપારીઓની સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેપારીઓ હંમેશા દેશ માટે વિચારે છે. આ વેપારીઓની તાકત છે જેને કારણે ભારતને સોને કી ચિડીયા કહેવામાં આવે છે. તેઓ માને છે કે, વેપારી વર્ગ મૌસમ વૈજ્ઞાનિક તરીકે હોય છે કારણ કે તેઓ બધુ એડવાન્સમાં જાણે છે. તેઓ તે વાતનો અંદાજ લગાવી લે છે કે કયા સામાનની જરૂર પડશે અને કયા સમયે તે સામનની માંગ ઓછી વધારે હોય છે.

તેમણે વેપારીને કહ્યું કે, વર્ષ-2014માં તમે લોકોએ બોલાવ્યો હતો અને તે સમયે તેઓ વડાપ્રધાન નહોતા. તમે તે સમયે પણ દેશના અલગ-અલગ ભાગો માંથી આવ્યા હતા, પરંતુ તે સંખ્યા ઓછી હતી. તેની પાછળ એક ડર હતો જે સ્વાભાવિક હતો. મોદીના કાર્યક્રમમાં જઇશું અને ફોટો જાહેર થયા બાદ ઇન્કમ ટેક્સના દરોડા પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે સમયે એક એવી સરકાર હતી જે માત્ર કાયદો બનાવવાની વાત કરતી હતી. પરંતું તેમણે કહ્યું હતું જો તે સત્તામાં આવશે તો એક એક કરીને અનાવશ્યક કાયદાને ખત્મ કરી દેશે. રાજકારણીઓની જમાત વિશે તેવી સામાન્ય માન્યતા હોય છે કે, નેતાઓ ચૂંટણી સમયે કંઇક અલગ અને ચૂંટણી ગયા બાદ સૂર બદલાય જાય છે. તેમણે 2014માં જે કંઇ પણ કહ્યું હતું તે વાતને આજે ફરી દોહરાવે છે. હાલની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 1500 કાયદા ખત્મ કરવાનો કામ કર્યું છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VcVFhy
via Latest Gujarati News

Post a Comment

0 Comments