
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
લીબિયામાં સત્તા સંઘર્ષના કારણે સ્થિતી ખરાબ થઇ ગઇ છે. ભારતે લીબિયામાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી તરત નિકળી જવાની સલાહ આપી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે, લીબિયામાંથી ભારતીયોને બહાર લાવવા વ્યાપક સ્તરે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ત્યાંની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. તેમ છતાં ત્રિપોલીમાં 500થી વધારે ભારતીયો ફસાયા છે.
સુષ્મા સ્વરાજે કહ્યું કે, ત્રિપોલીમાં સ્થિતી બગડી રહી છે, હાલ વિમાનોનું સંચાલન થઇ રહ્યું છે. જેથી તમામ લોકોને પોતાના સગા સંબંધી દોસ્તોને ત્રિપોલી છોડી દેવાનું કહો નહી તો બાદમાં અમે તેને ત્યાંથી નહી નિકાળી શકીશું. આ પહેલા ત્રિપોલીમાં રહેતા ભારતીયોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જે ભારતીય એમ્બેસીએ હેલ્પલાઇન નંબર 00218 924201771 જાહેર કર્યો હતો.
નોંધનીય છે કે, કર્નલ ગદ્દાફીને સત્તા પરથી હટાવ્ય અને તેની હત્યા બાદ લીબિયામાં સ્થિતી વણસી છે. વિદ્રોહી સમુહના નેતા જનરલ હફ્તારની સેના અને અન્ય સશસ્ત્ર દળો વચ્ચે સંઘર્ષ શરૂ થવાની સુચના છે જેનાથી સંકટ ઊભું થયું છે. આ અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ત્રિપોલીમાં ચાલી રહેલા સંઘર્ષને લઇને રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રિપોલીમાં છેલ્લા બે અઠવાડિયાના સંઘર્ષ દરમિયાન 18 નાગરિકોના મોત સહિત 205થી વધારે લોકોના મોત થયાં છે અને ઓછામાં ઓછા 913 લોકો ગંભીરપણે ઘાયલ થયાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VTc7k8
via Latest Gujarati News
0 Comments