કાર્ટેલાઈઝેશન બદલ ભારતની ફાર્મા કંપનીઓ સામે અમેરિકામાં ઊભું થઈ રહેલું નવુ કાનૂની જોખમ

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર

ભારતીય ફાર્મા કંપનીના રોકાણકારો પેટન્ટ લો સ્યૂટસ અને એફડીએની કાર્યવાહીથી કદાચ ખાસ વિચલીત થતા નહીં પરંતુ આ સિવાયના પણ બીજા કેટલાક કાયદાઓ હેઠળ અમેરિકામાં ભારત સહિતની અન્ય ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને કારણે આ કંપનીઓના સ્ટોકસમાં રોકાણ કરવા સામે જોખમ ઊભા થઈ રહ્યા છે.

ભાવમાં જુથબંધી (કાર્ટેલાઈઝેશન) તથા ઉત્પાદનમાં ગેરરીતિ જેવા આક્ષેપો બદલ આ કંપનીઓ સામે અમેરિકાના વિવિધ કાયદા હેઠળ કામ ચાલી રહ્યા છે. ભારતની ઓછામાં ઓછી પાંચ જેટલી ફાર્મા કંપનીઓ સામે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. 

અત્યારસુધી ભારતીય ફાર્મા કંપનીઓ પર અમેરિકામાં કાનૂની કાર્યવાહીના ખર્ચ મર્યાદિત રહ્યા હતા પરંતુ હાલમાં જે કેસ ચાલી રહ્યા છે તેના કાનૂની ખર્ચ કંપનીઓના નફા પર આગળ જતાં ઘણી જ મોટી અસર કરે તેવી શકયતા જોવાઈ રહી છે.

ભૂતકાળમાં યુરોપ તથા અમેરિકાની કંપનીઓએ આવા કેસોની પતાવટ માટે અથવા નુકસાને પેટે જંગી રકમની ચૂકવણી કરવી પડી હોવાના દાખલા છે, એમ સ્થાનિક ફાર્મા ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. 

ભારતની ફાર્મા કંપનીઓ અમેરિકામાં પોતાનો ેવેપાર વધારી રહી છે તેમ તેમની સામે કાનૂની કાર્યવાહીઓ પણ વધી રહી છે. ભાવમાં જુથબંધી કરવી એ અમેરિકામાં ફોજદારી ગુનો છે અને તેમાં સંડોવાતી કંપનીઓએ જંગી નાણાંકીય સજા ભોગવવાનો વારો આવે છે. 

હાલમાં જે ભારતીય કંપનીઓ સામે આવા પ્રકારના કેસ ચાલી રહ્યા છે તેમના પર કેટલો બોજો આવી શકે એમ છે તેનો કોઈ ચોક્કસ અંદાજ મળવો મુશકેલ છે આમછતાં જાણકારો આ પાંચ કંપનીઓ પર ૬ અબજ ડોલરથી વધુની જવાબદારી આવી શકે એવો ભય સેવી રહ્યા છે.

દવાના ભાવમાં જોરદાર વધારાને કારણે સ્થાનિક તપાસ સંસ્થાઓએ જેનેરિક દવા ઉત્પાદકો સામે તપાસ કરવાની ફરજ ઊભી થઈ હતી. અમેરિકાનું એફડીએ ફાર્મા કંપનીઓના કર્મચારીઓને તેમાં ચાલતી ગેરરીતિની માહિતી પૂરી પાડવા બદલ જંગી ઈનામ આપતું હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZjtQDH
via Latest Gujarati News

Post a Comment

0 Comments