સખી અમૃતા અરોરા સાથે કરીના લંડન ઊપડી ગઇ


મુંબઇ તા.23 એપ્રિલ 2019, મંગળવાર

હજુ તો બે દિવસ પહેલાં પોતાની માતા અને વીતેલા દાયકાની અભિનેત્રી બબીતાના બર્થ ડે પર મુંબઇ આવેલી મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ફ્રેન્ડ સાથે લંડન જવા રવાના થઇ ગઇ હતી.રવિવારે રાત્રે પાપારાઝી ફોટોગ્રાફર્સે કરીના અને એની ફ્રેન્ડ અમૃતા અરોરાને મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોઇ હતી. સ્વાભાવિક રીતેજ એ બધાએ આ દ્રશ્ય ક્લીક કરવા દોડાદોડ કરી મૂકી હતી.

જાણકાર સૂત્રોના કહેવા મુજબ કરીના અને અમૃતા વેકેશન ગાળવા લંડન ઊપડી ગઇ હતી. મોટે ભાગે એપ્રિલ મેમાં ઉનાળાની ગરમીથી બચવા મોટા ભાગના કલાકારો વિદેશ જવા રવાના થતાંં હોય છે.

આ વખતે કરીના અને એની ફ્રેન્ડ અમૃતા અરોરા લંડન જવા ઊપડી ગઇ હતી. આ બંને જિમ પાર્ટનર છે. એકબીજાની સાથે જિમમાં વર્ક આઉટ કરે છે. 

આ બંનેના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQ3NOk
via Latest Gujarati News

Post a Comment

0 Comments