બિલકિસ બાનોને નોકરી, ઘર અને 50 લાખ આપવા સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારને આદેશ


નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2019, મંગળવાર

ગુજરાત રમખાણોમાં દુષ્કર્મ પીડિત બિલકિશ બાનોન  સુપ્રીમ કોર્ટને રાજ્ય સરકારને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે મંગળવારે રાજ્ય સરકારને કહ્યું કે, તેઓ નિયમો પ્રમાણે બિલકિસ બાનોને એક સરકારી નોકરી અને ઘપ આપે. આ દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને કહ્યુ કે, પોતાને ભાગ્યશાળી સમજો કે અમે તમારી વિરુદ્ધ કોઇ ટિપ્પણી કરી રહ્યાં નથી. પહેલા ગુજરાત સરકારે બિલકિસ બાનોને 5 લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને તેમણે ફગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આજે CJI રંજન ગોગોઇ, જસ્ટીસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેચે સહાયની રકમ 10 ગણી વધારી દીધી.

ઉલ્લેખનિય છે કે, ગોધરા કાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. બિલકિસ પર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો ત્યારે તેને 5 મહિનાનો ગર્ભ હતો. તેમની 2 વર્ષની બાળકીને ઢોરમાર મારી મારી દેવામાં આવી હતી. બિલકિસના પરિવારના 14 લોકોને તે દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. 


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PpOZrh
via Latest Gujarati News

Post a Comment

0 Comments