ગર્ભમાં છે બાળકને લીલા શાક ના ગમવાનું કારણ

બિઝી લાઈફસ્ટાઇલમાં બાળકો પર પૂરેપૂરું ઘ્યાન આપવાનો સમય બહુ ઓછા લોકોને મળે છે. તેમાંય તેમના ખાવા પ્રત્યેના ગમા-અણગમાને લીધે એમને હેલ્ધી ફૂ઼ડ આપવામાં પણ કેટલાક પેરેન્ટ્સને તકલીફ પડે છે, જેની અસર તેમની હેલ્થ પર પડે છે. આનાથી ટેન્શનમાં આવી જતાં પેરેન્ટ્સ બાળકની હેલ્થ અને ખાનપાનની સમજણ મેળવવા ડાયેટિશિયન પાસે જાય છે. જો કે એનાથી ખાસ કોઈ ફેર નથી પડતો. મોટાભાગના બાળકોને લીલા શાકભાજી ખવડાવવામાં બહુ તકલીફ પડે છે. 


સ્વિત્ઝરલેન્ડની ન્યૂટ્રિશન સાયન્ટિસ્ટ ક્રિસ્ટીન બ્રોમબાખ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે બાળકોમાં આમ થવાનું કારણ સ્વાદ હોય છે. એમને લીલાં શાકભાજી બેસ્વાદ લાગે છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે સ્વાદને સમજવાની આ પ્રક્રિયા બાળકના જન્મ પહેલા જ શરૂ થઇ જાય છે.


વાત એમ છે કે બાળક ભ્રૂણમાં હોય ત્યારે એને સ્વાદની સમજ એમનિયોટિક ફ્લૂઈડ પીવાથી થાય છે. આ એક એક દ્રવ્ય છે જે માતાના ગર્ભમાં હોય છે અને માતા જે કંઇપણ ખાય છે એની અસર એમનિયોટિક દ્રવ્ય પર પડે છે. જેના લીધે જ બાળકને જન્મ પહેલાં ઘણાં સ્વાદની ખબર હોય છે. ઉલ્લેખનીય છે કે શીશુને કડવી વસ્તુઓ ખાતા પહેલા જ તેના સંકેત મળી જાય છે કે તે ઝેરી છે. તેથી જ એમને મીઠી વસ્તુઓ જ ભાવે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2viY4ss
via Latest Gujarati News

Post a Comment

0 Comments