મમતા બેનર્જીને ભારતના વડાપ્રધાન જોવા માંગુ છું: યશવંત સિન્હા


નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2019, મંગળવાર

ભાજપના પૂર્વ નેતા અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હાએ કહ્યું છે કે, તેઓ TMC નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આ સિવાય તેમણે વડાપ્રધાન મોદીના રોડ શો વિશે કહ્યું કે, મત આપ્યા બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહે રોડ-શો કર્યો, શું જરૂર હતી ખુલ્લી જીપમાં આવવાની? શું આ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી? ચૂંટણીના દિવસે પણ તેઓ રોડ શો કરે છે, ચૂંટણીપંચને શું થયું? વડાપ્રધાન સામે ચૂંટણીપંચ લાચાર થઇ જાય છે, તેના કોઇ ક્ષમતા નથી.

તેમણે કહ્યું કે, હું માનતો હતો કે નોટબંધ ખોટું પગલું છે. પરંતુ તેની પાછળ એક ષડ્યંત્ર હતું જેનો પુરાવો આજે દેશની સામે છે. હું સમજી નથી શક્યો કે મોદી અને અમિત શાહ આવી રમત રમશે, કાળા નાણાંને 40% સફેદ કરી દીધું. આજે ભાજપ પાસે કેટલા પૈસા છે તેટલા અન્ય કોઇ દળ પાસે નથી. પુરી દુનિયા જાણે છે કે કેપ્ટન અભિનંદનને અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાવથી પાકિસ્તાને છોડવો પડ્યો અને તેઓ કહે છે કે તે એક ખૂની રાત થઇ જાત જો અભિનંદનને છોડવામા નહી આવ્યો હોત.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pp0y1P
via Latest Gujarati News

Post a Comment

0 Comments