ISએ શ્રીલંકામાં આતંકી હુમલાની જવાબદારી લીધી, 300થી વધારે લોકો બન્યા છે હુમલાનો ભોગ


નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2019, મંગળવાર

ઇસ્લામિક સ્ટેટે પોતાની ન્યૂઝ એજન્સીના માધ્યમથી શ્રીલંકામાં થયેલા હુમલાની જવાબદારી લીધી છે. ઇસ્ટર સન-ડેના દિવસે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 321 લોકોના મોત થયા છે. જ્યારે શ્રીલંકાની ચોથી હોટલમાં હુમલાને નાકામ કરવાનો પ્લાન નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. હુમલાખોરે હુમલાના એક દિવસ પહેલાં હોટલમાં ચેક ઇન કર્યું અને પોતાનું સરનામું આપ્યું. તે રવિવારે સાઇટ પર જ હતો પરંતુ તેના વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો નહી.

જો કે, તે સ્પષ્ટ નથી થયું કે તેઓ અસફળ રહ્યાં કે તેમણે કોઇ કારણોસર વિસ્ફોટ નહી કરવાનો નિર્ણય કર્યો. આ સિવાય જણાવવામાં આવ્યું કે, બે મુસ્લીમ ભાઇ આત્મઘાતી હુમલાખોર હતા. સુત્રો પ્રમાણે એક શ્રીમંત કોલંબો મસાલા વેપારીના પુત્રએ પોતાને બોંબથી ઉડાવ્યો હતો. આ દરમિયાન રાજધાની કોલંબોની હોટલોમાં નાસ્તા માટે લાઇનમાં ઊભા હતા.

શ્રીલંકાના એક સિનિયર મંત્રીએ સંસદને જાણકારી આપી કે ઇસ્ટકના દિવસે દેશના ચર્ચ અને હોટલોમાં થયેલા વિસ્ફોટને સ્થાનિક કટ્ટરપંથીઓએ અંજામ આપ્યો હતો. આ વિસ્ફોટ ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં કરવામાં આવેલા ગોળીબારનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. આ સિવાય લોરી અને વેનમાં વિસ્ફોટકો હોવા સંબંધિત માહિતી બાદ શ્રીલંકાએ કોલંબોમાં દરેક પોલીસ સ્ટેશનને હાઇ એલર્ટ પર રહેવા સુચન આપ્યું હતુ.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IBMn96
via Latest Gujarati News

Post a Comment

0 Comments