ખોરાકમાં વધારે પડતો નમકનો ઉપયોગ બાળકોમાં વધારે છે સ્થૂળતા


અમદાવાદ, 24 એપ્રિલ 2019, બુધવાર

એક રીપોર્ટ અનુસાર બાળકો માટે મળતા ખોરાકમાં નમક અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. આવા ખોરાકથી બાળકોમાં સ્થૂળતા વધે છે અને તેના કારણે અન્ય સમસ્યાઓ પણ થાય છે. આ શોધ અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. શોધકર્તાઓએ બાળકો માટે મળતી 1000 ખાદ્ય સામગ્રીઓના લેબલ પર આપેલી જાણકારીનું અધ્યયન કરી આ તારણ રજૂ કર્યું છે. 

જો તમે ખોરાકમાં વધારે નમકનું સેવન કરો તો શરીરમાં પાણી વધારે પ્રમાણમાં રહે છે. તેનાથી વજન ઝડપથી વધે છે. જો કે આ કોઈ મોટી સમસ્યા નથી જો નમક વધારે પ્રમાણમાં લેવાનું બંધ કરી દો એટલે પાણી શરીરમાંથી નીકળવા લાગે છે અને વજન ફરથી ઘટી જાય છે. 

નમક વધારે ખાવાથી વધારે ભુખ લાગે છે. એટલા માટે જ જ્યારે બજારમાંથી ફૂડ પેકેટ ખરીદો ત્યારે તેમાં લેબલ ચેક કરવું અને જો તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તો તેનાથી બાળકોને દૂર રાખવાય આવા પેકેટ્સમાં શુગરનું પ્રમાણ પણ વધારે હોય છે જેનાથી શરીરમાં ચરબી જામવા લાગે છે. 





from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L1Iigg
via Latest Gujarati News

Post a Comment

0 Comments