PM મોદીનુ ફેવરિટ બોલીવૂડ ગીત કયુ છે? અક્ષયકુમાર સમક્ષ કર્યો ખુલાસો


નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર

અક્ષય કુમારે પીએમ મોદી સાથે કરેલા ઈન્ટરવ્યૂમાં બોલીવૂડ અંગે પણ કેટલાક સવાલો પૂછી લેવાની તક ઝડપી હતી.

અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યુ હતુ કે, તમે એકલા હોય ત્યારે કોઈ બોલીવૂડ ગીત ગણગણતા હોય તેવુ ખરુ? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ગાયન તો નથી ગાતો પણ મને " જ્યોતિ કલશ છલકે" અને "ઓ પવન વેગસે ઉડને વાલે" ગીત ગમે છે.

રસપ્રદ વાત એ છે કે મોદીને ગમતા આ બંને ગીત લતા મંગેશકરે ગાયા છે.

અક્ષય કુમારે તેમને એવુ પણ પૂછ્યુ હતુ કે, શું તમે ફિલ્મ જુઓ છો? છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? તો પીએમ મોદીએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે હું સીએમ હતો ત્યારે અમિતાભ બચ્ચન સાથે તેમની પા ફિલ્મ જોઈ હતી .આ દરમિયાન અનુપમ ખેર સાથે વેડનસ ડે ફિલ્મ પણ જોવાનો મોકો મળ્યો હતો પણ પીએમ થયા પછી એક પણ ફિલ્મ જોવાની તક મળી નથી.ટોયલેટ એક પ્રેમ કથાના બહુ વખાણ સાંભળ્યા છે પણ જોવાનુ થયુ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2I89v
via Latest Gujarati News

Post a Comment

0 Comments