
નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર
ઓફિસમાં કે રેસ્ટોરન્ટમાં જો પાસેના ટેબલ પર કોઈ નોન વેજ આહાર લેતું જોવા મળે તો શાકાહારી લોકોના નાક થોડા સંકોચાય જાય છે. નોનવેજ ખાતા લોકોથી જમતી વખતે શાકાહારી લોકો દૂર બેસવાનું પસંદ કરે છે. શાકાહારી લોકો બે માન્યતાના કારણે નોનવેજ ખોરાકથી દૂર રહે છે. એક તો ધાર્મિક માન્યતા કે તેમાં જીવહત્યા થાય છે અને બીજું છે પર્યાવરણ તરફનો દ્રષ્ટિકોણ.
તેવામાં જો દુનિયાના દરેક વ્યક્તિ માંસાહાર ખાવાનું છોડી દે તો તેનાથી પર્યાવરણ પર શું અસર થાય તેના વિશે આજે જાણીએ. જો કોઈ જ વ્યક્તિ નોનવેજ ખોરાક ન લે તો શું આપણું પર્યાવરણ આજે છે તેવું રહી શકે ?
એક સર્વે અનુસાર અમેરિકામાં લોકો ખૂબ ઝડપથી નોનવેજ ફૂડ છોડી અને શાકાહાર તરફ વળી રહ્યા છે. 2015થી 2018 સુધીમાં શાકાહારી લોકોની સંખ્યામાં 600 ટકાનો વધારો નોંધાયો છે. 2018માં અમેરિકામાં શાકાહારીઓની સંખ્યા 2 કરોડથી પણ વધી ગઈ હતી. અમેરિકામાં દર કલાકે માંસ માટે 5 લાખ પ્રાણીઓને મારવામાં આવે છે.
રીપોર્ટ અનુસાર ગ્રીનહાઉસ ઉત્સરજ્નમાં એનિમલ પ્રોડક્ટનું યોગદાન 18 ટકાથી 51 ટકા સુધીનું છે. જો દરેક વ્યક્તિ શાકાહારી બની જાય તો પ્રાણીઓ માટે ખાલી જગ્યાઓ પર ઘાસ અને ઝાડપાન ઉગાડી શકાય. તેનાથી પર્યાવરણમાં કાર્બન ડાઈઓક્સાઈડની માત્રામાં ઘટાડો થશે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી મુક્તિ મળશે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2USz1fg
via Latest Gujarati News
0 Comments