કરાચીમાં ઉર્સ કાર્યક્રમમાં લૂ લાગવાથી ૧૫નાં મોત


(પીટીઆઇ) કરાચી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલી જાણીતી મસ્જિદમાં વાર્ષિક ધાર્મિક ઉર્સ કાર્યક્રમમાં જોડાયેલા ઓછામાં ઓછા ૧૫ ભાવિકોના લૂથી મોત થયા છે.

શહેરના વિવિધ ભાગોમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું મોજું વ્યાપેલું રહેવાથી લાલ શાહબાઝ કવાલાંદર મસ્જિદ માટે મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો છે, એમ કરાચીના સેહવાન  વિસ્તારના એડહિ સેન્ટરના ઇન-ચાર્જ સરવર શેખે જણાવ્યું. પાકિસ્તાનભરમાંથી અને પરદેશોમાંથી પણ હજારો ભાવિકો વાર્ષિક ઉર્સના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રતિ વર્ષ લાલ શાહબાઝ કવાલાંદર મસ્જિદ ખાતે ઉમટે છે.

આ ધાર્મિક જનોની પૂરતી સલામતી અને અન્ય વ્યવસ્થા સંબંધી કામગીરી નહિ કરવા બદલ પ્રાંતીય સત્તાવાળાઓની અવારનવાર ટીકા થતી રહી છે.

ફેબુ્રઆરી, ૨૦૧૭માં સાંધ્યપ્રાર્થના સમયે આસ્થાવાનો સુફી ધાર્મિકવિધિમાં મગ્ન હતા ત્યારે ત્યાં મસ્જિદમાં ધસી ગયેલા એક આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ફૂંકી મારીને ત્યાં ઉપસ્થિત ૯૦ ભાવિકોનો ભોગ લીધો હતો, જ્યારે અન્ય ૩૦૦ જણા ઘવાયા હતા.

આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ પાછળથી, જવાબદારી સ્વીકારી હતી. આવા જીવલેણ હુમલા પછી પણ ભાવિકો રોજેરોજ મસ્જિદ ખાતે ઉમટતા રહ્યા છે. જો કે જામશોરોના નાયબ કમિશનરે સેહવાન શહેરમાં છેલ્લા ચાર દિવસમાં સાત લોકો માર્યા ગયા હોવાનું જણાવ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GLKPal
via Latest Gujarati News

Post a Comment

0 Comments