અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેને 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી


અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ૨૦૨૦ની સાલમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ તરીકે ઔપચારિક રીતે પોતાની ઉમેદવારીની ઘોષણા કરતા બિડેને જણાવ્યું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ફરીથી ચૂંટણી જીતશે તો તે દેશની આત્માને દાવ પર લગાવવા બરાબર ગણાશે.

બિડેને ટ્વિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેના દ્વારા ૨૦૧૭માં વર્જીનિયાના શર્લોટ્સવિલેમાં થયેલા ઘાતક સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે. બિડેને ટ્રંપની ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો કે, સંઘર્ષમાં બંને બાજુ અમુક ખૂબ જ સારા લોકો હતા. આ સંઘર્ષમાં એક મહિલા મૃત્યુ પામી હતી. 

બિડેને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં ખાસ કરીને મધ્યમ વર્ગને સંબોધિત કરતા કહ્યું હતું કેે, બધું જ દાવ પર લાગેલું છે જેણે અમેરિકાને 'અમેરિકા' બનાવ્યું છે જેથી તેઓ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરે છે.

 બિડેને કહ્યું કે, 'આપણે આ રાષ્ટ્રની આત્મા માટે લડત આપી રહ્યા છીએ. જો આપણે ડોનાલ્ડ ટ્રંપને વ્હાઈટ હાઉસમાં આઠ વર્ષ આપીશું તો તે હંમેશા માટે આ દેશના ચરિત્રને મૌલિકરુપે બદલી દેશે-આપણે કોણ છીએ. હું આવું બનશે તે નહીં જોઈ શકું.'

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રેસમાં અત્યાર સુધીમાં ૨૦ ડેમોક્રેટ્સના નામ જોડાઈ ચુક્યા છે જેમાં વેરમાંટ સેન, બર્ની સૈંડર્સ આગળ છે. બિડેને પોતે પ્રગતિશીલ છે માટે ઓબામા-બિડેન ડેમોક્રેટ તરીકે પ્રચાર કરશે તેમ જણાવ્યું. તેઓ પોતાના વર્કિંગ ક્લાસ મતદારો અને બરાક ઓબામાના સમર્થકો પર નિર્ભર છે. 

જો કે જો બિડેન ઉપસ્થિત ઉમેદવારોમાં સૌથી વધારે અનુભવી અને તમામ સમૂદાયોમાં લોકપ્રિય છે. તેમણે બરાક ઓબામાના ઉપરાષ્ટ્રપતિ તરીકે આઠ વર્ષ કામ કરેલું છે. આ ઉપરાંત તેઓ અમેરિકી સીનેટમાં પણ ત્રણ દશકાનો સમય વિતાવી ચુક્યા છે અને ડેમોક્રેટો વચ્ચે ખૂબ લોકપ્રિય છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉભા રહેતા પહેલા નેતા પાર્ટીની અંદર જ ઉમેદવારીની ઘોષણા કરે છે. ત્યાર બાદ પાર્ટી આંતરિક ચૂંટણી દ્વારા બાકી સાંસદો દ્વારા ઉમેદવારોના નામ પર મતદાન કરાવે છે. જે ઉમેદવારને સૌથી વધારે મત મળે છે તેને જ મુખ્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિને પડકાર આપવાનો મોકો મળે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XOAQXA
via Latest Gujarati News

Post a Comment

0 Comments