
(પીટીઆઇ) લંડન, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
બ્રિટનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ વેલ્સમાં આવેલા પોર્ટ ટાલબોટમાં તાતા સ્ટીલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ થતાં બે જણાને સાધારણ ઇજા થઇ હતી, એમ પોલીસે કહ્યું હતું.
આજે વહેલી સવારે આશરે ૩:૩૫ મિનિટે વિસ્ફોટ થતાં ઇમરજન્સી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાઉથ વેલ્સ પોલીસે તમામ કામદારો સલામત હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે પીગળેલી ધાતુને લઇ જતી ટ્રેનમાં આગ લાગતાં વિસ્ફોટ થયેલો. 'ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે રહી હતી, પરંતુ સ્ટાફના તમામ સભ્યો સલામત છે તે વાતની અમે પુષ્ટી કરીએ છીએ.
માત્ર બે જણાને ઇજા થઇ હતી'એમ સાઉથ વેલ્સ પોલીસે કહ્યું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, કારખાના સુધી પીગળેલી ધાતુ લઇ જતી ટ્રેનમમાં આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે થોડી આગ લાગી હતી જેને બુઝાવી દેવામાં આવી હતી. જો કે ઇમારતને થોડુ નુકસાન થયું હતું, એમ એક અધિકારીએ કહ્યું હતું.
તાતા સ્ટીલે કહ્યું હતું કે કારખાનામાં નાનકડી આગ લાગી હતી જેના પર ટુંક સમયમાં જ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ વિસ્ફોટ અને આગના કારણોની તપાસ શરૃ કરી હતી. કંપનીના અધિકારીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમના બે કામદારો ઘાયલ થયા હતા. કારખાનામાં પીગળેલા ધાતુને લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે આગ લાગી હતી.
સ્ટીલ ફેકટરીની આસપાસ રહેતા લોકોએ કહ્યું હતું કે તેમણે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો અને તેમના ઘરના બારી બારણી ધૃજી ગયા હતા.
'આ ઘટના કામદારોની સુરક્ષાના ખરા મુદ્દા ઉજાગર કરે છે. આનાથી મોટું નુકસાન પણ થયું હોત. ત્વરિત અને અસરકારક કામગીરી બદલ ઇમરજન્સી સેવાનો અમે આભાર માનીએ છીએ.સુરક્ષામાં વધારો કરવા તાતા સ્ટીલ યુરોપે ઘટનાની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઇએ'એમ સ્થાનિક સાંસદ સ્ટીફન કિન્નોકે કહ્યું હતું.ભારતની સ્ટીલ ઉત્પાદક બહુ રાષ્ટ્રીય કંપની યુરોપની સ્ટીલ ઉત્પાદન કરતી એક મોટી કંપની છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GK5YS7
via Latest Gujarati News
0 Comments