શેરોમાં ફંડોની સપ્તાહના અંતે ફરી તોફાની તેજી : સેન્સેક્સ ૩૩૬ પોઈન્ટ ઉછળીને ૩૯૦૬૭

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,  તા. 26 એપ્રિલ, 2019, શુક્રવાર

વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટી આવીને અઢી ટકા ઘટીને બ્રેન્ટ ક્રુડ ૭૩ ડોલરની સપાટી અંદર આવી જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત બનતો અટકીને આજે ૨૫ પૈસા ઘટીને રૂ.૭૦.૦૧ થઈ જતાં તેમ જ કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ના અંતના ત્રિમાસિક પરિણામોમાં મિશ્ર ટ્રેન્ડમાં ટાટા સ્ટીલ દ્વારા નબળા ત્રિમાસિક રિઝલ્ટ જાહેર કર્યા છતાં ફંડોની આજે સપ્તાહના અંતે ફરી આક્રમક તેજીએ સેન્સેક્સે ૩૯૦૦૦ની સપાટી અને નિફટીએ ૧૧૭૫૦ની સપાટી કુદાવી હતી. લોકસભા ચૂંટણીના ચાલતાં હવે ચોથા તબક્કાના સોમવારે ૨૯,એપ્રિલ ૨૦૧૯ના યોજાનારા મતદાનને  લઈ  હવે સળંગ ત્રણ દિવસ શેર બજારો બંધ રહેનાર છે. કેન્દ્રમાં  આ વખતે ફરી સ્પષ્ટ બહુમતી ધરાવતી સ્થિર સરકાર રચાવાની અપેક્ષામાં આજે સપ્તાહના અંતે ફંડોએ બેંકિંગ, મેટલ-માઈનીંગ, આઈટી, એફએમસીજી પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની તેજી કરી હતી. સેન્સેક્સ ૩૩૬.૪૭ પોઈન્ટની છલાંગે ૩૯૦૬૭.૩૩ અને નિફટી સ્પોટ ૧૧૨.૮૫ પોઈન્ટ ઉછળીને ૧૧૭૫૪.૬૫ બંધ રહ્યો હતો. 

સેન્સેક્સ ફરી ૩૯૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૩૯૧૦૩ થઈ અંતે ૩૩૬ પોઈન્ટ ઉછળીને ૩૯૦૬૭

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૭૩૦.૮૬ સામે ૩૮૮૬૫.૮૩ મથાળે ખુલીને ટાટા સ્ટીલના નબળા ત્રિમાસિક પરિણામ છતાં ફંડોની આરંભથી જ આક્રમક લેવાલી થતાં સામે ચાઈનાએ સ્ટીમ્યુલસ બંધ કરવાનો નિર્ણય લેતાં અન્ય મેટલ-માઈનીંગ શેરોમાં નરમાઈ છતાં ટાટા સ્ટીલમાં મોટી તેજી થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ તેમ જ આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલન્જી, ઈન્ફોસીસ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, એનટીપીસી, લાર્સન સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૩૯૧૦૩.૧૬ સુધી જઈ અંતે ૩૩૬.૪૭ પોઈન્ટ વધીને ૩૯૦૬૭.૩૩ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ફરી ૧૧૭૫૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૭૬૨ સુધી  જઈ અંતે ૧૧૩ પોઈન્ટ વધીને ૧૧૭૫૫

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૪૧.૮૦ સામે ૧૧૬૮૩.૭૫ મથાળે ખુલીને આરંભથી તેજીમાં ટાટા સ્ટીલમાં ફંડોની આક્રમક લેવાલી સાથે જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો સહિતમાં લેવાલીએ અને આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રામાં આકર્ષણે અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંકના ગઈકાલે પ્રોત્સાહક પરિણામ જાહેર થતાં લેવાલીએ અને  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સમાં તેજી થતાં અને હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સહિતના એફએમસીજી શેરોમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફ્રાટેલ, એનટીપીસી,  સન ફાર્મા, આઈઓસી, ઝી, ગેઈલ ઈન્ડિયા, બીપીસીએલ સહિતમાં તેજીએ એક તબક્કે વધીને ૧૧૭૬૨.૯૦ સુધી પહોંચી અંતે ૧૧૨.૮૫  પોઈન્ટ ઉછળીને ૧૧૭૫૪.૬૫ બંધ રહ્યો હતો. 

મે નિફટી ફયુચર ૧૧,૭૩૦ થી ઉછળીને ૧૧,૮૦૮ : બેંક નિફટી ફયુચર ૨૯,૭૯૧ થી વધીને ૩૦,૧૪૫

નિફટી મે ફયુચર ૧,૦૫,૦૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૮૦.૮૮ કરોડના કામકાજે ૧૧,૭૩૦.૮૫ સામે ૯૨૮૯.૮૮ કરોડના કામકાજે ૧૧,૭૩૦.૮૫ સામે ૧૧,૭૬૯.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૭૨૫ થઈ વધીને ૧૧,૮૨૭.૯૦ સુધી જઈ અંતે ૧૧,૮૦૮.૭૦ રહ્યો હતો. બેંક નફટી મે ફયુચર ૧,૪૩,૭૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૬૧૧.૮૮ કરોડના કામકાજે ૨૯,૭૯૧.૫૫ સામે ૨૯,૮૫૧.૧૦ મથાળે ખુલીને નીચામાં ૨૯,૭૩૪.૯૦ થઈ વધીને ૩૦,૨૨૯.૭૦ સુધી જઈ અંતે ૩૦,૧૪૫.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૫૦,૦૧૦ કોન્ટ્રેકટસમાં રૂ.૪૫૦૧.૫૮ કરોડના કામકાજે ૨.૪૦ સામે ૨.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૩.૫૦ થઈ ઘટીને ૧.૧૫ સુધી આવી અંતે ૧.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧૪.૬૫ સામે ૧૨.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૫.૫૫ થઈ ઘટીને ૪.૨૫ સુધી આવી અંતે ૪.૩૫ રહ્યો હતો. 

બેંકિંગ-ફાઈ. શેરોમાં તેજી : આઈસીઆઈસીઆઈ, એક્સીસ, સ્ટેટ બેંક, કોટક બેંક, જે એન્ડ કે બેંક, 5Paisa, IIFLવધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની વ્યાપક ેલેવાલી થઈ હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૦૫ વધીને રૂ.૪૦૭.૪૦, એક્સીસ બેંક રૂ.૧૯.૩૫ વધીને રૂ.૭૬૦.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬ વધીને રૂ.૩૧૨.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૦૫ વધીને રૂ.૧૩૭૮.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૧૫ વધીને રૂ.૧૨૩.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૮૫ વધીને રૂ.૧૬૯૬.૦૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૪૦ વધીને રૂ.૨૨૭૫.૨૫, જે એન્ડ કે બેંક રૂ.૨.૪૦ વધીને રૂ.૬૩.૦૫, સિન્ડિકેટ બેંક રૂ.૧.૪૦ વધીને રૂ.૪૦.૪૫, ફાઈવપૈસા રૂ.૧૦.૬૦ વધીને રૂ.૩૧૦.૪૦, એસબીઆઈ લાઈફ રૂ.૨૧.૭૦ વધીને રૂ.૬૩૬.૬૫, ઉજ્જિવન રૂ.૭.૧૫ વધીને રૂ.૩૨૭.૩૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૫૯૧.૭૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮.૧૫ વધીને રૂ.૫૦૧.૬૫, આઈઆઈએફએલ રૂ.૪.૯૫ વધીને રૂ.૪૩૯ રહ્યા હતા. 

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં તેજી : ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ઓરેકલ ફિનસર્વ, એચસીએલ ટેકનોલોજી વધ્યા

રૂપિયા સામે અમેરિકી ડોલર આજે નબળો પડી ૨૪ પૈસા ઘટીને રૂ.૭૦.૦૧ થઈ જવા છતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ટીસીએસ રૂ.૪૬.૬૦ વધીને રૂ.૨૨૩૮.૩૦, ઈન્ફોસીસ રૂ.૮.૩૫ વધીને રૂ.૭૩૭.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૮.૩૦ વધીને રૂ.૮૨૩, એનઆઈઆઈટી ટેકનોલોજી રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૩૧૨.૬૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૪.૯૫ વધીને રૂ.૩૫૪૮.૩૦, એમ્ફેસીસ રૂ.૬.૪૫ વધીને રૂ.૯૫૯.૦૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૬.૬૫ વધીને રૂ.૧૧૩૭.૮૦ રહ્યા હતા. 

ક્રુડ બ્રેન્ટ અઢી ટકા ઘટીને ૭૨.૯૯ ડોલર : નાયમેક્ષ ૬૪.૦૩ ડોલર : બીપીસીએલ, આઈઓસી, રિલાયન્સ વધ્યા

ક્રુડ ઓઈલમાં આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધ્યામથાળેથી ઝડપી ઘટી આવીને આજે બ્રેન્ટ અઢી ટકા જેટલં. તૂટીને સાંજે ૧.૩૬ ડોલર ઘટીને ૭૨.૯૯ ડોલર અને નાયમેક્ષ  ક્રુડ ૧.૧૮ ડોલર ઘટીને ૬૪.૦૩ ડોલર થઈ જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર નબળો પડતાં ઓઈલ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. બીપીસીએલ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૩૭૦.૯૫, એચપીસીએલ રૂ.૭.૧૦ વધીને રૂ.૨૮૨.૬૦, ગેઈલ રૂ.૮.૭૦ વધીને રૂ.૩૫૩.૦૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૨૫ વધીને રૂ.૨૩૯.૪૦,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૯૦ વધીને રૂ.૧૩૯૧.૪૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧.૬૫ વધીને રૂ.૧૭૯.૭૦ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં આરપીજી લાઈફ, એપીએલ લિ., ઓરોબિન્દો ફાર્મા, ન્યુલેન્ડ લેબ., સિપ્લા, ટોરન્ટ ફાર્મા, ફાઈઝર વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં  ફરી ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. આરપીજી લાઈફ રૂ.૪૦.૯૦ વધીને રૂ.૨૮૩.૯૫, એપીએલ લિમિટેડ રૂ.૩૬.૫૦ વધીને રૂ.૫૬૭.૮૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૪.૫૦ વધીને રૂ.૮૩૦.૧૦, ન્યુલેન્ડ લેબ રૂ.૧૮.૫૫ વધીને રૂ.૭૧૫.૧૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૫૮.૩૫ વધીને રૂ.૨૩૨૧.૨૦, સિપ્લા રૂ.૧૩.૨૦ વધીને રૂ.૫૬૮.૪૫, ટોરન્ટ ફાર્મા રૂ.૩૧.૯૫ વધીને રૂ.૧૭૫૯.૮૫, ફાઈઝર રૂ.૪૨.૮૦ વધીને રૂ.૩૧૬૧ રહ્યા હતા. 

ટાટા સ્ટીલનો ચોખ્ખો નફો ૮૪ ટકા ઘટીને રૂ.૨૨૯૫ કરોડ છતાં શેર રૂ.૩૪ વધીને રૂ.૫૪૫ : જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની ફરી પસંદગીની લેવાલી રહી હતી. ચાઈનાએ સ્ટીમ્યુલસ બંધ કરવાનો નિર્ણય લીધાની ગઈકાલે નેગેટીવ અસર સાથે આજે ટાટા સ્ટીલ દ્વારા ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો ૮૪.૩૭ ટકા ઘટીને રૂ.૨૨૯૫.૨૫ કરોડ અને ચોખ્ખી વેચાણ આવક ૨૩.૭૬ ટકા વધીને રૂ.૪૧,૧૮૬.૪૪ કરોડ જાહેર કરવા છતાં કંપનીએ ગત વર્ષના સમાનચોથા ત્રિમાસિકમાં વન ટાઈમ અસાધારણ લાભ રૂ.૧૧,૩૭૬ કરોડ મેળવીને નફો કર્યાની સ્પષ્ટતાં કરતાં  શેરમાં  આજે ફંડોની આક્રમક લેવાલીએ રૂ.૩૪.૧૦ વધીને રૂ.૫૪૫ રહ્યો હતો. અન્ય મેટલ-માઈનીંગ શેરોમાં જિન્દાલ સ્ટીલ રૂ.૭.૮૫ વધીને રૂ.૧૭૪.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૬.૯૦ વધીને રૂ.૨૯૩.૮૫, હિન્દાલ્કો રૂ.૪.૧૦ વધીને રૂ.૨૦૦.૯૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની સતત વેચવાલી : ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ : ૧૪૫૧  શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી છતાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોની સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૧ અને વધનારની સંખ્યા ૧૦૭૭ રહી હતી. ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

DIIની કેશમાં રૂ.૯૨૧ કરોડની ખરીદી : FIIની ફયુચર્સમાં રૂ.૧૩૨૫ કરોડની ખરીદી, કેશમાં રૂ.૭૧ કરોડની વેચવાલી 

ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૯૨૦.૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૦૮૦.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૧૫૯.૬૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટોરની આજે કેશમાં રૂ.૭૦.૭૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૩૪૪.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૪૧૫.૧૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે  ફયુચર્સમાં કુલ રૂ.૧૩૨૫.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૩૦૩.૫૨ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૦૨૧.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GGd60P
via Latest Gujarati News

Post a Comment

0 Comments