
લોસ એંજલ્સ તા.10 એપ્રિલ 2019, બુધવાર
મેગ્નમ પીઆઇ જેવી આઠ આઠ સીઝન સુધી સુપરહિટ નીવડેલી ટીવી સિરિયલમાં પ્રાઇવેટ ડિટેક્ટિવના રોલ દ્વારા દુનિયાભરના દર્શકોને મુગ્ધ કરનારા પીઢ અભિનેતા ટોમ સેલેકનાં જીવન સંભારણાં ટૂંક સમયમાં પુસ્તક રૂપે રજૂ થશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
અત્યાર અગાઉ ટોમે થ્રી મેન એન્ડ અ બેબી, ક્વીગ્લે ડાઉન અન્ડર, મિસ્ટર બેઝબૉલ એન્ડ લેસિટર સહિત અનેક ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
આ પુસ્તકનું ટાઇટલ હજુ જાહેર થયું નથી પરંતુ એટલી વિગત પ્રગટ થઇ હતી કે હાર્પર કોલીન્સની ભગિની શાખા ડે સ્ટ્રીટ બુક્સ આ પુસ્તક પ્રગટ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjKlJM
via Latest Gujarati News
0 Comments