હેલબૉયમાં ઇયાન મેક્શેઇન જોવા મળશે


લોસ એંજલ્સ તા.10 એપ્રિલ 2019, બુધવાર

છેલ્લાં પચાસ વર્ષમાં અનેક હિટ ફિલ્મો અને ટીવી સિરિયલો કરી ચૂકેલા બ્રિટિશ અભિનેતા ઇયાન મેક્શેઇનને હેલબૉયના પાલક પિતાના રોલ માટે સાઇન કરાયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

અત્યાર અગાઉ ઇયાને એચબીઓની સુપરહિટ સિરિયલ ડેડવૂડમાં બૂમટાઉનના સલૂન માલિક અલ સ્વેરેન્જેનના રોલમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો હતો. 

હેલબૉયના અન્ય પાત્રોમાં નીમ્યુ ધ બ્લડ ક્વીન (અભિનેત્રી મિલ્લા જોવોવિચ), બેન ડૈમિયો (અભિનેતા ડેનિયલ ડે કીમ) અને એલિસ મોનાઘન ( અભિનેતા સેશા લેઇન)નો સમાવેશ થાય છે. હેલબૉય એક કિંવદંતી છે અને દુનિયાભરમાં જાણીતી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gbz3ps
via Latest Gujarati News

Post a Comment

0 Comments