
એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાન સૈન્યએ ૪૫૦ વખત શસ્ત્ર વિરામ ભંગ કર્યો, ભારતે વળતા હુમલામાં પાક.ના કુલ ૧૫ જવાનોને ઠાર કર્યા
જમ્મુ, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાની સૈન્યના ફાયરિંગમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્યએ સરહદે મોર્રાટ મારો કર્યો હતો. તે પછી ભારતે પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પૂંચ વિસ્તારમાં આવેલા સાબ્જિયા સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યએ શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. સતત ભારતના નાગરિકોને અને ભારતીય ચોકીઓને નિશાન બનાવીને મોર્રાટ મારો કર્યો હતો અને સતત ફાયરિંગ કર્યું હતું. એ ફાયરિંગની ઝપટમાં ત્રણ નાગરિકો આવી ગયા હતા.
સરહદી ગામ છપ્પરિયામાં રહેતી શબીના અને તસ્વીર નામની બે યુવતીઓ ઘાયલ થઈ હતી. તે સિવાય પણ એક નાગરિકની ઈજા થઈ હતી. ભારતીય સૈન્યએ પાક.ના નાપાક સીઝફાયરનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સૈન્યએ ૨૦૦૩ પછી ૨૦૧૮માં ૧૫ વર્ષમાં સૌથી વધુ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. એલઓસીમાં પાકિસ્તાની લશ્કરે ૨૯૩૬ વખત સીઝફાયર કર્યું હતુ અને ૨૦૧૯માં પણ આ સીલસીલો સતત ચાલી રહ્યો છે.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી તે પછી લશ્કરે પાકિસ્તાની લશ્કરના શસ્ત્રવિરામ ભંગના બનાવો વધી ગયા છે.
ભારતીય નાગરિકોને નિશાન બનાવીને અચાનક ફાયરિંગ થવાના કારણે ભારતીય સૈન્ય સરહદી ગામડાંઓના લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે સાથે પાકિસ્તાની સૈન્ય સામે પણ વળતી કાર્યવાહી કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkLXBz
via Latest Gujarati News
0 Comments