'કુછ નહીં સબ જુઠા હૈ, નરેન્દ્ર મોદીને લૂંટા હે' કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નવું સૂત્ર આપ્યું


સમસ્તીપુર, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય યોજનાને ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઇક ગણાવીને કહ્યું હતું કે આ યોજનાથી મધ્યમ વર્ગી પગારદાર વર્ગને જરાય ચિંતા કરવાની જરૃર નથી કે તેમના પગારમાંથી પૈસા કપાશે, બલકે આ પૈસા તો વડા પ્રધાન મોદીની મદદથી અનીલ અંબાણી જેવા ચોરોએ જે લૂંટ ચલાવી હતી તેના હશે. એનડીએ સરકાર પર ફરીથી પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ  આજે એક નવું સૂત્ર આપ્યું હતું 'કુછ નહીં સબ જુઠા હૈ, નરેન્દ્ર મોદી જુઠા હૈ'.

ઉત્તરીય બિહારમાં પહેલી જ વખત રાજદના નેતા તેજસ્વી યાદવ સાથે મંચ પર બેઠેલા રાહુલ ગાંધીએ જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવ સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવે છે તેની ટીકા કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે આ વખતે ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધનને મોટું નુકસાન ઉઠાવવું પડશે.સમસ્તીપુરમાં કોંગ્રેસે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રના મંત્રી રામ વિલાસ પાસવાનના ભાઇ રામચંદ્ર પાસવાન સામે અશોક રામને મેદાનમાં ઉતાર્યા હતા.

વિમાનમાં ઉભી થયેલી ખરાબીના કારણે સભા સ્થળે મોડેથી પહોંચેલા રાહુલ ગાંધીએ સમર્થકોની માફી માગી ૨૫ મિનિટના પોતાના ભાષણની શરૃઆત સ્થાનિક મૈથીલી બોલીમાં 'કી હાલ ચાલ છે'કહીને કરી હતી. તેમણે કહ્યું હતું કે નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા જેવા ત્રણ મોટા ચોરોને કથિત ચોકીદારની મદદથી  જાહેર પ્રજાના પૈસાની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UH8MTV
via Latest Gujarati News

Post a Comment

0 Comments