વડાપ્રધાન તો અખિલેશ યાદવ અથવા માયાવતી જેવા હોવા જોઇએ : શત્રુધ્ન


લખનઉ, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

તાજેતરમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન તો અખિલેશ યાદવ અથવા માયાવતી જેવા હોવા જોઇએ.  જેમની પાસે ક્ષમતા અને ગુણ હોય. કામ કરવાની તત્પરતા હોય.

સિંહાએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવમાં ખૂબ જ ક્ષમતા છે. તે રોકાશે નહીં. તે યુવા શક્તિના પ્રતિક છે. તેમણે ખૂબ જ સારું કાર્ય કર્યુ છે. હું તેમને ફક્ત ઉત્તર પ્રદેશના ભવિષ્ય તરીકે નહીં પણ દેશના ભવિષ્યના રૃપે જોવું છે. તે મારા માટે વડાપ્રધાન પદના ઉમેદવાર માટે લાયક છે. 

ઉલ્લેખનીય છે કે આજે શત્રુધ્ન સિંહાના પત્ની પૂનમ સિંહાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લખનઉથી ફોેર્મ ભર્યુ હતું. જ્યારે કોંગ્રેસે શત્રુધ્ન સિંહાને પટણા સાહેબ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પટણા સાહેબ લોકસભા બેઠક પર અંતિમ તબક્કામાં ૧૯ મેના રોજ ચૂંટણી થશે. પરિણામ ૨૩ મેના રોજ જાહેર કરાશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IEClmC
via Latest Gujarati News

Post a Comment

0 Comments