
કેલિફોર્નિયા, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
વિશ્વના સૌથી મોટા પ્લેન 'સ્ટ્રેટોલોન્ચ'નું અમેરિકાના ટેસ્ટિંગ સફળતાપૂર્વકપૂર્ણ કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના રણ વિસ્તારમાં આ પ્લેને તેની પહેલી ઉડાન ભરી હતી અને અઢી કલાકની ઉડાન દ્વારા પ્લેનનું ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. પહેલી ઉડાનમાં પ્લેન ૧૫ હજાર ફૂટની ઊંચાઇએ ઉડયું હતું અને મહત્તમ ગતિ ૨૭૩ કિલોમીટર પ્રતિ કલાકની હતી.
'સ્ટ્રેટોલોન્ચ'ની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેમાં બે ફ્યુસલાજ એટલે કે વિમાનની મુખ્ય બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બે વિમાનોને જોડી એક સંયુક્ત વિમાન બનાવવામાં આવ્યું હોય તેવી સંરચના બને છે. આ પ્લેનમાં બોઇંગ-૭૪૭ના છ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિમાનની પાંખોનો ફેલાલો ૩૮૫ ફૂટ છે એટલે કે એરબસ એ-૩૮૦ પ્રકારના પ્લેનની અડધી લંબાઇ જેટલી લંબાઇ આ પ્લેનની પાંખો ધરાવે છે.
ટેસ્ટિંગ બાદ સંશોધકોનું કહેવું છે કે રોકેટને અંતરિક્ષમાં લોન્ટ કરવા માટે આ પ્લેનનો ઉપયોગ થઇ શકે તે દિશામાં હાલ સંશોધન ચાલી રહ્યું છે. 'સ્ટ્રેટોલોન્ચ' ત્રણ સેટેલાઇટ ધરાવતા રોકેટને લઇને ઉડી શકે છે અને તેનું લોન્ચિંગ પણ કરી શકે છે. બન્ને વિમાન વચ્ચેની જગ્યાનો ઉપયોગ લોન્ચપેડ તરીકે થાય તેવી રચના બનાવવામાં આવી છે. બન્ને બાજુ એક-એક કોકપિટ છે. કોકપિટમાં એક પાયલટ, એક કો-પાયલટ અને ફ્લાઇટ એન્જિનિયર માટે બેઠક વ્યવસ્થા છે.
અમેરિકાની જાણીતી એરોનોટિસ સંશોધન કંપની 'સ્કેલ્ડ કોમ્પોઝિટ્સ' દ્વારા કરવામાં આવ્યું છે. વિમાનના મુખ્યા પાયલટે ટેસ્ટિગ બાદ જણાવ્યું હતું કે તેમનો ઉડાનનો અનુભવ અવર્ણનીય હતો. જો કે સંશોધન દરમિયાન તેમણે જે પૂર્વધારણાઓ બાંધી હતી તે મુજબ જ પ્લેન ઉડયું છે. જે ખૂબ સારી બાબત કહી શકાય.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UA3zSF
via Latest Gujarati News
0 Comments