સુષ્મા સ્વરાજના આ નિવેદનનો અર્થ સમજવામાં પણ થાપ ખાઈ ગયુ પાકિસ્તાન

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદનને સમજવામાં થાપ ખાઈ ગયેલા પાકિસ્તાનનો ફરી એક વખત ફજેતો થયો છે.

અમદાવાદમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, અમે સેનાને પુલવામા હુમલાનો બદલો લેવા ખુલ્લી છુટ આપી હતી. એર સ્ટ્રાઈક વખતે એ વાતનુ ધ્યાન રાખવાનુ કહ્યુ હતુ કે, પાકિસ્તાની સૈનિકો અને નાગરિકોને નુકસાન ના થાય અને વાયુસેના દ્વારા બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાની નાગરિક કે સૈનિકોનુ નુકસાન થયુ નહોતુ.

સુષ્મા સ્વરાજના કહેવાનો અર્થ એ હતો કે, એર સ્ટ્રાઈક દરમિયાન આતંકવાદીઓનો ખાતમો બોલ્યો છે પણ નાગરિકોની જાનહાનિ થઈ નથી.

જોકે પાકિસ્તાન આ સમજવામાં પણ થાપ ખાઈ ગયુ હતુ. સુષ્મા સ્વરાજના નિવેદન અંગે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર આસિફ ગફૂરે ટ્વિટર પર લખ્યુ હતુ કે, આખરે હકીકત છે તે સામે આવી ગઈ છે. આશા છે કે, અગાઉની સર્જિકલ સ્ટ્રાઈક માટે ભારતે કરેલા ખોટા દાવાની હકીકત અને ભારતના બે વિમાનો પાકિસ્તાન દ્વારા તોડી નાંખવાની હકીકત પણ આ જ રીતે સામે આવશે.

સુષ્મા સ્વરાજના નિવેદનન પાછળનો અર્થ નહીં સમજી શકનાર પાક સેનાના પ્રવક્તાની ભારતીયો સોશ્યલ મીડિયા પર ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KS8euL
via Latest Gujarati News

Post a Comment

0 Comments