આ કોંગ્રેસી ઉમેદવારને મુકેશ અંબાણીએ આપ્યુ ખુલ્લુ સમર્થન


નવી દિલ્હી,તા.19.એપ્રિલ 2019, શુક્રવાર

એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનિલ અંબાણી પર રાફેલ ડીલના મુદ્દે પ્રહારો કરી રહ્યા છે ત્યારે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કોંગ્રેસના મુંબઈના ઉમેદવાર મિલિંદ દેવરાને સમર્થન આપ્યુ છે.

મિલિંદ દેવરા કોંગી નેતા મુરલી દેવરાના પુત્ર છે અને તેઓ દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.ગઈકાલે મિલિંદ દેવરાએ એક વિડિયો સોશ્યલ મીડિયા પર રિલિઝ કર્યો હતો.જેમાં મુકેશ અંબાણી એવુ કહેતા સંભળાય છે કે, મિલિંદ ઈઝ ધ મેન ઓફ સાઉથ મુંબઈ.મુકેશ અંબાણીની સાથે સાથે કોટક ગ્રુપના માલિક ઉદય કોટક પણ મુરલી દેવરાને આ વિડિયોમાં સમર્થન આપતા દેખાય છે.અન્ય દુકાનદારો અને નાના વેપારીઓ પણ મુરલી દેવરાને ટેકો આપે છે.

જોકે મુકેશ અંબાણી અને ઉદય કોટક આ વિડિયોમાં સામેલ હોવાથી તેને લઈને ખાસી ચર્ચાઓ સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VikSrb
via Latest Gujarati News

Post a Comment

0 Comments