
નવી દિલ્હી,તા.19.એપ્રિલ 2019, શુક્રવાર
યુપીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સપા અને બસપાએ કરેલા ગઠબંધનના પગલે આજે મૈનપુરીમાં યોજાયેલી એક જાહેર સભામાં 24 વર્ષ બાદ માયાવતી અને મુલાયમસિંહ એક મંચ પર જોવા મળ્યા હતા.
1995માં થયેલા ગેસ્ટ હાઉસ કાંડ બાદ બંને પાર્ટીઓ વચ્ચે ખટરાગ સર્જાયો હતો.મુલાયમસિંહે પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે, માયાવતીનુ અહેસાન ક્યારેય નહી ભુલુ,તેમણે સમય-સમય પર સાથ આપ્યો છે. તેમનુ સ્વાગત કરજો.સમાજવાદી પાર્ટી મહિલાઓનુ સન્માન કરે.
માયાવતીએ આ સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ગેસ્ટહાઉસ કાંડ પછી પણ સપા અને બસપાનુ ગઠબંધન દેશહિતના કારણે થયુ છે.સાંપ્રદાયિક શક્તિઓને રોકવા સાથે આવ્યા છે.મુલાયમસિંહ યાદવે સમાજના દરેક વર્ગને જોડે રાખ્યો છે.ખાસ કરીને પછાત વર્ગના લોકોને પોતાની સાથે જોડ્યા છે.તેઓ પોતે પણ પછાત વર્ગના છે.પીએમ મોદીની જેમ નકલી પછાત નથી.મુલાયમસિંહ લોકોના સાચા સેવક છે , તેઓ પીએમ મોદીની જેમ નકલી સેવક નથી.
તેમણે કહ્યુ હતુ કે, ભાજપ પોતાની ખોટી નીતિઓના કારણે સત્તામાંથી બહાર જશે.હવે ભાજપની નાટકબાજી નહી ચાલે.ચોકીદારીની નાટકબાજી ભાજપને બચાવ નહી શકે.પીએમ તો અમારા ગઠબંધનને સરાબ કહે છે.અહીંયા ભેગા થયેલા લોકો નશામાં એટલા ચૂર છે કે, ભાજપને સત્તા પરથી ઉખાડી નાંખશે.
આ જ મંચ પરથી અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, માયાવતીજીનો દિલથી આભાર માનુ છું.ભાજપ કહે છે કે, અમારે નવુ ભારત બનાવવુ છે અને જનતા નવા પીએમ ઈચ્છે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gqse24
via Latest Gujarati News
0 Comments