
મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
સિનિયર અભિનેતા સંજય દત્તના પહેલા લગ્નથી જન્મેલી પુત્રી ત્રિશલા આજકાલ કોઇના પ્રેમમાં તો નથી પડી ને એવી ચર્ચા કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.
ત્રિશલાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી એક પોસ્ટના પગલે આ વાતો વહેતી થઇ હતી. આ પોસ્ટ પરથી ઘણાને લાગ્યું હતું કે ત્રિશલા કોઇ સાથે ડેટિંગ કરી રહી છે.
આ પોસ્ટમાં ત્રિશલા ઇટાલિયન વાનગીની મોજ માણી રહી છે અને એણે લખ્યુ છે, 'ઇટાલિયન દોસ્ત સાથે ડેટિંગ કરવાનો અર્થ છે ઢગલાબંધ પાસ્તા અને વાઇન...! આ પોસ્ટ પરથી એવી છાપ પડી રહી હતી કે ત્રિશલાના જીવનમાં કોઇ ઇટાલિયન ફ્રેન્ડની એન્ટ્રી થઇ હોવી જોઇએ.
આથી વધુ કોઇ ક્લૂુ ત્રિશલાએ આપી નથી. જો કે ઇન્સ્ટાગ્રામ પરના ફોટોગ્રાફમાં એ એકલી દેખાય છે. સંજય દત્તે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. પુત્રી યુવાન થાય ત્યારે કોઇ પણ સમજદાર પિતાની રાતની નીંદર વેરણ થવા લાગતી હોય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ItHsae
via Latest Gujarati News
0 Comments