વારાણસીમાં ઉમેદવારી નોંધાવતી વખતે કોઈ ચોકીદારને પીએમ મોદીના સમર્થક બનાવાશે


નવી દિલ્હી,તા.19.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

વારાણસીમાં પીએમ મોદીના ઉમેદવારી નોંધાવવાના પ્રસંગને ઐતહાસિક બનાવવા માટે ભાજપે એડી ચોટીનુ જોર લગાવી દીધુ છે.

પીએમ મોદી પોતાને ચોકીદાર ગણાવી રહ્યા છે ત્યારે આ વખતે તેમના નામની દરખાસ્ત કરવા માટે ભાજપે ચોકીદારની શોધ શરુ કરી દીધી છે.આ વખતે પણ પીએમ મોદી ફોર્મ ભરવા માટે જશે ત્યારે તેમના ઉમેદવારી પત્રમાં સામાન્ય વ્યક્તિઓ પાસે જ સમર્થન કરાવવામાં આવશે.

ગત વર્ષે પીએમ મોદીએ વડોદરામાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે એક ચાવાળાને સમર્થક તરીકે સ્થાન આપ્યુ હતુ.આવુ જ વારાણસીમાં થઈ શકે છે.આ વખતે પીએમ મોદીના સમર્થકમાં ચોકીદાર પણ હોઈ શકે છે.

ગત વર્ષે વારાણસીમાં પીએમ મોદીની ઉમેદવારીની દરખાસ્ત કરનારામાં જાણીતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રા અને ગીરધર માલવીય, નાવિક ભદ્દા પ્રસાદ નિષાત અને વણકર તરીકે અશોકકુમાર હતા.

પીએમ મોદી વારાણસીમાં ભવ્ય રોડ શો યોજીને ઉમેદવારી નોંધાવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IHe7IA
via Latest Gujarati News

Post a Comment

0 Comments