નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 બુધવાર
લોકસભા ચૂંટણીની જીત માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના મંત્રીઓને ખુલ્લી ચેતવણી આપી છે. સીએમ અમરિંદર સિંહે ચેતવણી આપતા કહ્યુ કે જે મંત્રીઓના મત વિસ્તારમાં પાર્ટીએ જીત મેળવી નહીં તેમને કેબિનેટ પદ પરથી કાયમી રજા આપવામાં આવશે.
કેપ્ટન અમરિંદરે લિખિત નિવેદનમાં કહ્યુ છે કે હાઈકમાન્ડના નિર્ણય અનુસાર, પંજાબમાં વર્તમાન મંત્રી જેઓ કોંગ્રેસની જીત નિશ્ચિત કરવામાં સફળ થતા નથી ખાસકરીને જે મતદાર વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરે છે તો તેમને કેબિનેટમાંથી હટાવવામા આવશે.
તેમણે પોતાના મંત્રીઓ, ધારાસભ્યોને કહ્યુ છે કે તેઓ પાર્ટીને પોત-પોતાના મત વિસ્તારમાં જીતાડશે. જો એવુ નહીં થાય તો તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IRDHe4
via Latest Gujarati News
0 Comments