
નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર
સમલૈંગિક સંબંધોનું પ્રમાણ પ્રાચીન કાળથી મળતા આવે છે, પરંતુ આવા સંબંધો માટે કેટલાક વિચિત્ર નિયમો પણ છે જેના વિશે લોકો અજાણ હોય છે. તો ચાલો આજે જાણીએ કે અલગ અલગ દેશમાં સમલૈંગિક સંબંધો માટે કેવા કેવા નિયમો છે.
1. રોમમાં બે વયસ્ક પુરુષો વચ્ચેના સંબંધનો ખરાબ માનવામાં આવે છે. સમલૈંગિક સંબંધ માટે અહીં એક વયસ્ક અને એક કિશોર વયના વ્યક્તિને માન્યતા આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ વચ્ચેના આવા સંબંધોને પણ રોમમાં હિન ગણવામાં આવે છે. તેમનું માનવું છે કે સ્ત્રીઓ એકબીજા પ્રત્યે આકર્ષાઈ શકે નહીં. જો આમ હોય તે એક મૃત પ્રાણી સાથે સંબંધ બનાવ્યા સમાન ગણાય છે.
2. ચીનમાં પ્રાચીન કાળમાં સમલૈંગિકતાને મંજૂરી હતી પરંતુ આવા સંબંધમા રહેવા માટે કોઈ એક પાર્ટનરના લગ્ન થયા હોવા જરૂરી છે. કારણ કે પુરુષો માટે વંશને આગળ વધારવો જરૂરી હતો.
3. અસીરિયામાં એક કાયદો હતો કે કોઈપણ પુરુષ પોતાના પાડોશી પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવી ન શકે. આમ કરનારને નપુંસક બનાવી દેવાનો કાયદો હતો. આ કાયદાના કારણે સમલૈંગિકતા અહીં પ્રતિબંધિત હતી.
4. જાપાનમાં સમલૈંગિકતાને સાચો પ્રેમ માનવામાં આવતો. તેઓ મહિલાઓ સાથે લગ્ન કરતા પરંતુ તેને એક બોજ સમાન જીવન ગણતા.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XHhEuS
via Latest Gujarati News
0 Comments