
નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર
ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પહેલા કોઈને ખબર ના હોય તેવી વાતો પણ શેર કરી છે.
જેમ કે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દર વર્ષે મને કુરતા અને બંગાળી મિઠાઈ મોકલાવે છે.મોદીનો આ ખુલાસો ઘણાને હેરાન કરનારો હતો.કારણકે મમતા બેનરજી અને મોદી વચ્ચે રાજકીય જંગમાં બાપે માર્યા વેર જેવી સ્થિતિ છે.
મોદીના આ ખુલાસા બાદ મમતા બેનરજીની પાર્ટી ટીએમસીના(તૃણમુલ કોંગ્રેસ) નેતા શોવનદેન ચટ્ટોપાધ્યાયે કહ્યુ હતુ કે, ચૂંટણી પછી અમે સંસદમાં મળીએ છે તો ભુલી જતા હોઈએ છે કે, એકબીજાની સામે ચૂંટણી લડ્યા હતા.મમતા બેનરજી જે કરે છે તે રાજકીય શિષ્ટાચાર છે અને આવુ કરવુ જોઈએ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PzQIdH
via Latest Gujarati News
0 Comments