અમદાવાદ, તા. 07 એપ્રિલ, 2019, શનિવાર
છેલ્લા એક માસમાં વિવિધ સાનુકૂળ પરિબળોના પગલે મુંબઈ શેરબજારમાં ઉદભવેલ તેજીના પગલે મુંબઈ શેરબજારમાં ઉદભવેલ તેજીના પગલે સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. તો બીજી તરફ રૂા. ૧૫ લાખ કરોડ જેટલી સંપત્તિનું સર્જન (માર્કેટ કેપ.માં વધારો) થયું છે. પણ સામાન્ય રોકાણકારોને આ તેજીનો ખાસ કોઈ લાભ મળ્યો નથી.
સાનુકૂળ પરિબળોના પગલે ગત તા. ૩ એપ્રિલના રોજ સેન્સેક્સે અગાઉનો રેકોર્ડ તોડીને નવી ૩૯૨૭૦.૧૪ની નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા સતત એક માસથી બજારમાં સુધારાની ચાલના પગલે માર્કેટ કેપમાં પણ રૂા. ૧૫ લાખ કરોડનો વધારો થયો છે.
તેજીના આ તોફાની આંકડાથી સામાન્ય રોકાણકારોને ખાસ કોઈ જ લાભ થયો નથી. મુંબઈ શેરબજાર પર લિસ્ટેડ૮૯૭ શેરો જેટલાં રીટેલ રોકાણકારો ૨૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
તેમાંથી માત્ર ૧૮ ટકા શેરો એટલે કે ૧૬૫ શેરોએ જ ઓગસ્ટ ૨૦૧૮માં સેન્સેક્સ ઊંચી સપાટીએ હતો ત્યારથી માંડીને આજ દિન સુધી પોઝિટીવ રિટર્ન પુરૂ પાડયું છે.
બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સના જેમાં રીટેલ હોલ્ડીંગનું પ્રમાણ ઊંચું છે. તેમાં ૯૦૦ શેરમાંથી ૮૧૦ શેરો જાન્યુઆરી ૨૦૧૯ની ઊંચી સપાટીથી આજે પણ નીચી સપાટીએ કાર્યરત છે. આ ૮૧૦માંથી અડધોઅડધ શેરો આ ૧૪ માસમાં ૫૦ ટકાથી પણ વધુ તુટયા છે. તે રીતે જ સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તેની ઊંચી સપાટીથી ૨૫ ટકા નીચો છે.
જાન્યુઆરી ૨૦૧૮ પછી મુંબઈ શેરબજાર ખાતે ૨૬૦૦ જેટલા સક્રિય ટ્રેડ થતા શેરમાાંથી માત્ર ૧૩ ટકા શેરોએ જ પોઝિટીવ રિટર્ન આપ્યું છે.
તાજેતરમાં એટલે કે ગત ફેબુ્રઆરીના મધ્યભાગ બાદ ઊદભવેલ તેજીના ગાળામાં સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૪ ટકા વધ્યો છે. જ્યારે સેન્સેક્સ ૧૦ ટકા વધ્યો છે.
આમ, વિવિધ સાનુકૂળ પરિબળોના પગલે છેલ્લા એક માસમાં તેજીના તબક્કા દરમ્યાન સેન્સેક્સ નવી ટોચે પહોંચ્યો છે. માર્કેટ કેપ.માં પણ તોતિંગ વધારો થયો છે.
આમ છતાં, રીટેલ રોકાણકારોને આ તેજીનો સામાન્ય લાભ જ મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં તેની અગાઉની ઊંચી સપાટીને સ્પર્શવા માટે વધુ ૩૩ ટકાનો સુધારો થવો જરૂરી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPGubk
via Latest Gujarati News
0 Comments