ચલણી નોટો વિદેશમાં પ્રિન્ટ કરી ભારતમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવી : સિબલ


નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે ફરી એક વખત આરોપ મૂક્યો છે કે નોટબંધી દેશનું સૌથી મોટું કૌૈભાંડ હતું. આ સંદર્ભમાં તેમણે સ્ટિંગ ઓપરેશનનો એક વિડીયો પણ જારી કર્યો હતો. કપિલ સિબલે આ સંદર્ભમાં ભાજપ પ્રમુખ અમિત શાહ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં.

જો કે શાસક પક્ષ ભાજપે આ આક્ષેપોને ફગાવી દીધા છે અને કપિલ સિબલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. 

એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે આક્ષેપ કર્યો હતો કે હજારો કરોડ રૃપિયાની ચલણી નોટો વિદેશમાં પ્રિન્ટ કરવામાં આવી હતી અને ભારતમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવી હતી. 

તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારના વિવિધ વિભાગોનો અધિકારીઓેને જૂની નોટો એક્ષચેન્જ કરાવી આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું અને અધિકારીઓની આ ટીમનું નેતૃત્ત્વ અમિત શાહે કર્યુ હતું.  સિબલે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ તેમની ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી. 

સિબલના આ આક્ષેપોનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે કપિલ સિબલે અમારા પક્ષ પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ ખોટા આરોપો મૂક્યા છે અને અમે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશું. 

કપિલ સિબલે જણાવ્યું હતું કે સરકારે આ વિડિયોમાં કરવામાં આવેલા આરોપોની તપાસ કરાવવી જોઇએ. સિબલે વધુમાં આક્ષૈપ કર્યો હતો કે સરકારી એજન્સીઓ ભાજપના રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે કાર્યવાહ કરી રહ્યું છે જ્યારે શાસક પક્ષના સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kk8Ett
via Latest Gujarati News

Post a Comment

0 Comments