અયોધ્યામાં એ જ સ્થળે રામ મંદિર બનાવવું જોઇએ વિરભદ્રની ટીપ્પણીથી કોંગ્રેસની સ્થિતિ ક્ષોભજનક


(પીટીઆઇ) શિમલા, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019

 કોંગ્રેસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે એવી એક વાત હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા  વિરભદ્ર સિંહે કરી હતી.તેમણે આજે કહ્યું હતું કે જ્યાં બાબરી મસ્જિદ ઊભી હતી ત્યાં જ રામ મંદિરનુ નિર્માણ કરવું જોઇએ.

અત્રેના હોલી લોજ ખાતેના પોતાના  નિવાસસ્થાને વાત કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ એમ પણ કહ્યું હતું કે ઇસ્લામ તો ખૂબ પાછળથી ભારતમાં આવયો હતો. અયોધ્યામાં રામ મંદિરને તોડયા પછી બાબરી મસ્જીદ બનાવવામાં આવી હતી.

વિરભદ્રનો પૌત્ર આશ્રય શર્મા મંડી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે. ઉલ્લેખનીય છે કે વિરભદ્ર અને તેમના પરિવાર સામે આવક કરતા વધારે મૂલ્યની સંપત્તિ ધરાવાનો કેસ ચાલી રહ્યો છે.

ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા આ વરિષ્ઠ નેતાના કારણે કોંગ્રેસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ જવું પડયું હતું. હિમાચલના પૂર્વ મુખ્ય પ્રધાને મંદિર બાંધવા માટે ભાજપની તાકાત પર પણ સવાલ કર્યા હતા. 

'ભાજપની તાકત નથી કે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવી શકે. જો તેમનામાં હિંમત હોય તો તેમણે મંદિર બાંધવું જોઇએે' તેમની પાસે દ બેઠેલા કોંગ્રેસના વિધાનસભાના નેતા મુકેશ એગ્નિહોત્રીએ પણ કહ્યું હતું કે મંદિર બનાવવા માટે ભાજપમાં ઇચ્છા શક્તિ જ નથી. જો કે વિરભદ્રે ખુલાસો કર્યો હતો કે રામ મંદિર બાંધવાની વાત તેમની અંગત છે, કોંગ્રેસ પક્ષને તેની સાથે કોઇ જ લેવા દેવા નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBVP1V
via Latest Gujarati News

Post a Comment

0 Comments