ગેરહાજર મતદારો વતી મતદાન કરી દેજો : સંઘમિત્રાના નિવેદનથી વિવાદ


(પીટીઆઇ) બદાયું, તા.20 એપ્રિલ, 2019, શનિવાર

ભાજપના બદાયુંના ઉમેદવાર સંઘમિત્રા મૌર્ય બોગસ મતદાન માટે એમના કાર્યકરોને ઉશ્કેરી રહ્યા હોવાનું દર્શાવતાં, કેમેરામાં ઝડપાઇ ગયાં છે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં ઉમેદવાર મૌર્ય પક્ષના કાર્યકરોને સંબોધન કરી રહેલાં જણાય છે.

''એક પણ મત નકામો જવો જોઇએ નહિ...જો ચૂંટણીના દિવસે કોઇ હાજર ના હોય તો એના બદલે બોગસ મતદાન થઇ જાય એ સર્વસામાન્ય છે. જો તમને એમ કરવાનો મોકો મળે તો બોગસ મતદાનનો લાભ લઇ લેજો... સાચા મતદારોને મતદાન માટે લઇ જજો... પણ કદાચ... તો છાનુંછૂપું કંઇક કરી લઇ શકાય....એમ એમણે હાસ્યની છોળો વચ્ચે જણાવ્યું.

જિલ્લા મેજિસ્ટ્રેટ દિનેશ કુમાર સિંઘે પોતે આ બનાવથી અજાણ હોવાનું જણાવીને એની તપાસ કરવા સધિયારો આપ્યો છે. અગાઉ, મૌર્યે કહ્યું હતું કે જો કોઇએ બદાયુંના લોકોને ધાકધમકી આપવાનો પ્રયત્ન કર્યો તો પોતે એની સામે ગુંડાગર્દી કરશે. ઉત્તરપ્રદેશના પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યની આ પુત્રીના મતવિસ્તાર બદાયુંમાં ચૂંટણીના તૃતીય તબક્કામાં તા.૨૩ એપ્રિલે મતદાન યોજાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ix5KA9
via Latest Gujarati News

Post a Comment

0 Comments