
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
ઈરોસ નાઉએ પીએમ નરેન્દ્ર મોદીને કેન્દ્ર સ્થાને રાખીને પાંચ એપિસોડની એક વેબ સીરિઝ બનાવી છે જના પ્રસારણ પર તાત્કાલિક રોક લગાવવા ચૂંટણી પંચે આદેશ આપ્યા છે.
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર પણ રોક લગાવી છે. ચૂંટણી પંચે શનિવારે ઈરોસ નાઉને નોટિસ મોકલીને વેબ સીરિઝ બંધ કરવા માટે આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચના આદેશમાં લખ્યું હતું કે, 'મોદી-જર્ની ઓફ અ કોમન મેનના પાંચ એપિસોડ તમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. નવો આદેશ ન મળે ત્યાં સુધી તેનું ઓનલાઈન સ્ટ્રીમીંગ રોકવા માટે અને તેને સંબંધીત તમામ સામગ્રીઓ દૂર કરવા માટે તમને નિર્દેશ આપવામાં આવે છે.'
વેબ સીરિઝ પર ચૂંટણી પંચે રોક લગાવી તે પહેલા તેના નિર્માતાઓએ પોતાની સીરિઝમાં પ્રતિબંધીત કન્ટેન્ટ ન હોવાનું જણાવ્યું હતું. અગાઉ ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર તેની રીલિઝના એક દિવસ પહેલા ૧૦ એપ્રિલના રોજ પ્રતિબંધ મુક્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યા મુજબ કોઈ પણ સામગ્રી જે તમામ દાવેદારોને સમાન અવસર ઉપલબ્ધ કરાવવાના સિદ્ધાંત સાથે મેળ ન ખાતી હોય તેનું પ્રસારણ ન કરી શકાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GtArTl
via Latest Gujarati News
0 Comments