બેબી બંપ વિના ગર્ભવતી થઈ આ વિદ્યાર્થીની, જાણો શું છે કારણ


નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર

ઈંગ્લેંડના ગ્રેટ મેંચૈસ્ટરમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણી લોકો વિચારમાં પડી જાય છે. અહીં એબોની સ્ટીવેન્સન નામની એક વિદ્યાર્થીનીએ એક બાળકીને જન્મ આપ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિદ્યાર્થીનીના પીરિયડ્સ મિસ થયા નહીં અને ન તો તેનું બેબી બંપ જોવા મળ્યું. એટલું જ નહીં વિદ્યાર્થીનીને પણ ખ્યાલ ન હતો કે તે ગર્ભવતી છે. 

17 વર્ષની ઈબોની સ્પોર્ટસ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. 2 ડિસેમ્બરની રાત્રે જ્યારે તેની તબીયત ખરાબ થઈ તો તે હોસ્પિટલ પહોંચી અને તે સમયે કોમામાં સરી પડી. ત્યારબાદ 6 માસ પછી તેણે એક બાળકીને જન્મ આપ્યો. જ્યારે વિદ્યાર્થીની કોમામાં હતી ત્યારે ડોક્ટરોને જાણ થઈ કે તે ગર્ભવતી છે. 


આ પ્રકારની ઘટના યૂરેરસ ડાઈડેલફિસ નામની સમસ્યાના કારણે સર્જાય છે. આ સમસ્યા હોય છે તેવી મહિલાઓને 2 ગર્ભાશય અને 2 ગર્ભાશય ગ્રીવા હોય છે. આ બીમારી 3000માંથી કોઈ એક સ્ત્રીને થાય છે. તેના કારણે તે ગર્ભવતી હોય છે તેમ છતા તેને માસિક પણ આવે છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IKAbSy
via Latest Gujarati News

Post a Comment

0 Comments