હેમંત કરકરે પર આપેલા નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણીપંચની નોટીસ


નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

26/11 આતંકી હુમલામાં શહીદ હેમંત કરકરે પર વિવાદિત નિવેદન આપવાના આરોપમાં ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને નોટિસ આપી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટીસ પાઠવી શહીદ હેમંત કરકરે પર આપેલા નિવેદનને આચારસહિંતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પાસે ચૂંટણીપંચે આ મુદ્દે એક દિવસમાં જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગઇકકાલે શહીદ પોલીસ અધિકારી હેમંત કરકરે પર આપેલું નિવેદન પરત લીધું હતું અને પોતાનું આ નિવેદન વ્યક્તિગત ગણાવ્યું હતું.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XnfKiK
via Latest Gujarati News

Post a Comment

0 Comments